તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વોર્ડ નંબર 9ના 4 વિસ્તારોમાં ભાજપના મહિલા ઉમેદવારને પ્રચાર માટે પાબંદી

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં ખેડૂત પુત્રના વિરોધ બદલ નારાજગી વ્યક્ત કરતા બોર્ડ લાગ્યા

શહેરના વોર્ડ નંબર 9ના ચાર વિસ્તારોમાં ભાજપના મહિલા ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી પ્રચાર માટે આ વિસ્તારોમાં પ્રવેશ ન કરવાના સોસાયટી બહાર બોર્ડ મારવામાં આવતા રાજકીય વર્તુળો સહીત શહેરીજનોમાં ભારે ચર્ચા જોવા મળી હતી. વોર્ડ બે 9 માં ખેડૂત પુત્રનો વિરોધ કરવા બદલ ભાજપના ઉમેદવાર હીનાબેન શાહ અને ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી ઉમેદવાર અને ભાજપવાળાઓએ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં તેવા લીમડીચોક, ઝિણીપોલ, મદારસા અને સાંઈધામ સોસાયટી મળી ચાર વિસ્તારોમાં પ્રતિબંધિત બોર્ડ રાત્રીના સમયે વિસ્તારોમાં મારવામાં આવ્યા હતા.

ભાજપના ઉમેદવાર હીનાબેન શાહે જણાવ્યું હતું કે ક્યાં વિસ્તારોમાં બોર્ડ લાગ્યા છે. મને કોઈ આ બાબતે જાણ જ નથી. હું સવારમાં જ આ વિસ્તારો તરફ પ્રચાર કરવા ગઈ હતી.મારો કોઈ વિરોધ કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો