તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી ચિત્ર સ્પષ્ટ:તાલુકા પંચાયતની 4 બેઠકો પર ભાજપ બિનહરીફ

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 7 ફોર્મ પરત ખેંચાતાં જિલ્લા પંચાયતની 32 બેઠક પર 78 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
 • શંખેશ્વરની મોટીચંદુર, સાંતલપુર અને ચાણસ્માની ધીણોજ-2 અને જીતોડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેચતાં બિનહરીફ, 9 તાલુકા પંચાયતની 166 બેઠક પર 32 ફોર્મ પરત ખેંચતા 407 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે

પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠક માટે 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. મંગળવારે 85માંથી 7 ઉમેદવારે ફોર્મ પરત ખેંચાતાં હવે 78 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં 12 બેઠક પર ત્રિપાખીયો અને 1 બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે. જ્યારે પાટણ, સરસ્વતી, સિધ્ધપુર, ચાણસ્મા, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર 9 તાલુકા પંચાયતની 166 બેઠક પર 443 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 407 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

શંખેશ્વર તાલુકા પંચાયતની મોટીચંદુર સાતલપુર તાલુકા પંચાયતની સાંતલપુર અને ચાણસ્મા તાલુકા પંચાયતની ધીણોજ-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારીપત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા. જ્યારે ચાણસ્મા તાલુકા પંચાયતની જીતોડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ડમી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા.

પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠક માટે યોજાનારી ચૂંટણીમાં 85 ઉમેદવારોમાંથી બીલીયા, ધીણોજ, સમી, સીનાડ, વામૈયા બેઠક પર એક એક અને વાધણા બેઠક પર બે ઉમેદવારી ફોર્મ મળી કુલ 7 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા હતાં ત્યારે હવે 75 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં બીલીયા, દુદખા, ગોચનાદ, કંબોઈ, કુવારા, લોલાડા, નાયતા, નેદ્રા, સમી, સાપ્રા, સીનાડ, વામૈયા બેઠક પર ત્રિપાંખિયો અને વડાવલી બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશેે. તમામ 32 બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડતાં હોવાથી બંને પક્ષો વચ્ચે ચૂંટણી જીતવા માટે ટક્કર જામી છે.

મોટીચંદુર,સાંતલપુર,ધીણોજ અને જીતોડા બેઠક, ભાજપના ઉમેદવાર બિનહરીફ થતા ભગવો લહેરાયો
શંખેશ્વર
શંખેશ્વર તાલુકા પંચાયતની મોટીચંદુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધરમશીભાઈ માલજીભાઇ અંબારિયાએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રભાઈ રામાભાઇ જાદવ બિનહરીફ થયા હતા.

સાંતલપુર
સાંતલપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અશોકબાવાઘુભા જાડેજાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર સેજલ-બા શક્તિસિંહ જાડેજા બિનહરીફ થયા હતા.

ચાણસ્મા
​​​​​​​​​​​​​​​​​​​​​ચાણસ્મા તાલુકા પંચાયતની જીતોડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ રામાભાઇ પટેલના મેન્ડેટમાં પિતાનું નામ રામાભાઇના બદલે અંબારામભાઈ હોવાથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.જ્યારે તેમના ડમી ઉમેદવાર ચિરાગજી બાબુજી ઝાલાએ તેમનું ઉમેદવારીપત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવાર કૌશિકકુમાર શંકરલાલ પટેલ બિનહરીફ થયા હતા.ચાણસ્મા તાલુકા પંચાયતની ધીણોજ-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શૈલેષકુમાર નાથાલાલ પટેલે ઉમેદવારીપત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બાબુલાલ પરસોત્તમભાઈ પટેલ બિનહરીફ થયા હતા.

તપાસ કરી પગલાં લેવાશે: કોંગ્રેસ પ્રમુખ
કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવા મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરે જણાવ્યું હતું કે તાલુકા સંગઠનની નબળી કામગીરી જણાય છે. છતાં તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો