જનક રાવલ
પાટણ વિધાનસભા મતવિસ્તારમાં સ્થાનિક ઉમેદવારની માંગ અને ઉમેદવારના વિરોધ વચ્ચે ભાજપ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા બનાસકાંઠા જિલ્લાના મહિલાને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈને તેઓ કેવી ટક્કર આપી શકશે તેવી અટકળો શરૂ થઈ છે ત્યારે પાટણ બેઠક ઉપર વર્ષ 2002ની સામાન્ય ચૂંટણીથી બે આયાતી ઉમેદવારો ચૂંટણી લડી ચૂક્યા છે જેઓ જીતીને મુલાકાતી ધારાસભ્ય તરીકે ઓળખ પામ્યા હતા.
ભાજપના ઉમેદવાર તરીકે આનંદીબેન પટેલ જિલ્લા બહારના ઉમેદવાર તરીકે વર્ષ 2002 અને 2007ની ચૂંટણી પાટણ બેઠક પરથી લડ્યા હતા અને બંને વખત પાટણના સ્થાનિક કોંગ્રેસના કાંતિલાલ નાનાલાલ પટેલ સામે ચૂંટાયા હતા .ત્યાર પછી 2012 માં અમદાવાદથી રણછોડભાઈ મહીજીભાઈ દેસાઈ ને ભાજપે ટિકિટ આપી હતી જેઓ કોંગ્રેસના જોધાજી ઠાકોર સામે જીત્યા હતા પરંતુ 2017 માં ફરીથી તેઓ ભાજપ વતી ચૂંટણી લડ્યા હતા અને તેમાં કોંગ્રેસના ડો. કિરીટ પટેલ સામે હારી ગયા હતા. વર્ષ 1962 થી 2002 સુધી પાટણ બેઠક ઉપર જે ચૂંટણી લડાઈ તે સ્થાનિક ઉમેદવારો વચ્ચે થઈ હતી પરંતુ ત્યાર પછી ભાજપ દ્વારા બહારી ઉમેદવારોને ટિકિટ આપવાની શરૂઆત થઈ હતી .
રાજકીય સમીક્ષક સૂત્રોના જણાવ્યા મુજબ આયાતી ઉમેદવાર માત્ર ભાજપમાં થયા છે કોંગ્રેસમાં બહારના ચહેરા મુકાયા નથી .પાટણના હાલના સ્થાનિક ચહેરા કે સી પટેલ ,મોહનલાલ પટેલ વગેરે તે સમયથી ચૂંટણીના દાવેદાર તરીકે લાઈનમાં છે પણ જેઓને આજસુધી તક મળી નથી.આ માટે ભાજપનો આતરિક જુથવાદ કારણભૂત રહ્યો છે.
પાટણ બેઠક ઉપર રસપ્રદ ત્રિપાખીયા મુકાબલા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.