આયોજન:ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ચાણસ્મા-સિદ્ધપુરમાં આજે સભા કરશે

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ચાણસ્મા અને સિદ્ધપુરમાં સભા કરશે. પાટણ જિલ્લામાં 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ બેઠક અને ભાજપના ભાગે એકમાત્ર બેઠક આવતા ફરી 2022 ની ચૂંટણીમાં ચારેય બેઠકો ઉપર કબજો કરવા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં કેન્દ્રીય નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરી રહ્યા છે.ત્યારે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ચાણસ્મા ખાતે બપોરે 2:00 વાગે સભા સંબોધન બાદ સિદ્ધપુરમાં બપોરે ત્રણ વાગે સભા સંબોધન કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યક્રમને લઈ સભાઓ પૂર્વે સમગ્ર પાટણ જિલ્લા ભાજપ તૈયારીમાં દોડતું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...