ભાજપમાં ગાબડું:કાતરા ગામમાં રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત પાટીદાર સમાજની 500 મહિલાઓ સહિત ભાજપના આગેવાનો કૉંગ્રેસમાં જોડાયા

પાટણ2 મહિનો પહેલા
  • 2022ની ચુંટણીમાં પાટીદાર સમાજ ભાજપથી અળગો રહી કોંગ્રેસને સત્તાનું સુકાન સોંપવા કામ કરશે : ચંદનજી ઠાકોર
  • ચંદનજી ઠાકોરો કૉંગ્રેસનો ખેસ પહેરાવી કાર્યકર્તાઓને આવકાર્યા

સિધ્ધપુર ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને આયોજિત નવીન રોડનાં ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ભાજપ મહિલા મોરચાના પાટીદાર મહિલા મહામંત્રી સહિતની પાટીદાર સમાજની 500 થી વધુ બહેનો તેમજ અન્ય સમાજના ભાજપના કાર્યકરો, આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈને વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે તમામ મહિલા હોદ્દેદારો સહિત ભાજપ નાં આગેવાન,કાયૅકરોને કોંગ્રેસ પાર્ટી માં આવકાર્યા હતા.

ભાજપથી નારાજ બની કોંગ્રેસમાં જોડાનાર આગેવાનો અને કાર્યકરો સહિત મહિલાઓના ભાજપ છોડવાનું કારણ જણાવતાં સિધ્ધપુરનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ ભાજપ સરકાર ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે પ્રમાણે શાસન કરી રહી છે, જે પ્રમાણે દિવસે દિવસે મોંધવારી વધી રહી છે, પાટીદાર આંદોલન સમયે પરિવારના 11 યુવાનો એ શહીદી વહોરવી પડી છે અને તેઓની શહીદી સહન થઇ શકે તેમ નથી ત્યારે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપને જાકારો આપી કોંગ્રેસ ને સતા નુ સુકાન સોંપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભાજપનો ભગવો છોડી કોંગ્રેસનો પંજો ગ્રહણ કરનાર સરસ્વતી તાલુકા ભાજપ મહિલા મોરચાની પાટીદાર સમાજના મહામંત્રી જમનાબેન મનીષભાઈ પટેલ સરસ્વતી તાલુકા ભાજપ મહામંત્રી ઠાકોર લેબાજી સરદારજી,બારોટ કિરીટભાઈ બાબુભાઈ સહિતના સક્રિય કાર્યકરો, સરસ્વતી તાલુકા ભાજપ તેમજ અન્ય ભાજપ સમિતિ ના હોદ્દેદારો સાથે પાટીદાર સમાજ ની 500 ઉપરાંત મહિલાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ને ધર ભેગી કરવા આહ્વાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...