તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો સરકારથી નારાજ:કોરોનામાં ઓક્સિજન, બેડના અભાવે લોકોની નારાજગીથી ભાજપમાં ફફડાટ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપની અસર : વિધાનસભા-2022 ચૂંટણીને લઈ હોદ્દેદારોને લેશન અપાયું
  • માસ્ક-સેનેટાઈઝર વિતરણ, વૃક્ષારોપણ જેવા સેવા કાર્યો કરવા આહવાન

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન અને બેડના અભાવે લોકોના મોત થતાં લોકો સરકારથી નારાજ થયા છે. સામે 2022 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. ત્યારે લોકોની નારાજગી દૂર કરવા માટે સેવા કાર્યો થકી લોકોની વચ્ચે જવા ભાજપે એકશન પ્લાન તૈયાર કર્યો છે અને તે શિડ્યુલ પ્રમાણે કામગીરી કરવા માટે બુધવારે મળેલી જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં કાર્યકરોને લેસન આપવામાં આવ્યું હતું.

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, ગોવિંદભાઈ દેસાઈએ હોદ્દેદારો સાથે બેઠક કરી લોકો વચ્ચે જઈ રસીકરણ, રાશન કીટનું વિતરણ માસ્ક અને સેનેટાઈઝરનુ, વિતરણ વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન યોગ દિવસની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ જેવા સેવા કાર્યો કરવા માટે લેસન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...