ભાસ્કર એનાલિસિસ:ઉત્તર ગુજરાતમાં ભાજપે ધો. સાત પાસથી એન્જિનિયર સુધીના અભ્યાસવાળા ઉમેદવારોને પસંદ કર્યા

પાટણ21 દિવસ પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભિલોડા બેઠક પર પૂર્વ IPS અને સિદ્ધપુર બેઠક પર ઉદ્યોગપતિ અને બાયડમાં ઘરકામ કરતાં મહિલાને ટિકિટ આપી

ભાજપે ઉત્તર ગુજરાતમાં 27 બેઠકો પૈકી 23 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 23 ઉમેદવારોના અભ્યાસ બાબતે જોવા જઈએ તો સિવિલ એન્જિનિયર થી લઈ ધોરણ સાત સુધીનો ઉમેદવારોએ અભ્યાસ કર્યો છે. સૌથી વધુ અભ્યાસવાળા મહેસાણાના ત્રણ ઉમેદવાર છે જેમને સિવિલ એન્જિનિયરિંગ સુધી ભણેલા છે. ધો 10 થી સૌથી ઓછું શિક્ષણ મેળવનાર બે ઉમેદવાર છે. જેમાં એક કડીના ઉમેદવાર જે ફકત ધો 7 પાસ અને બનાસકાંઠાનાં દાંતા ના ઉમેદવાર ધો 9 પાસ છે.

23 પૈકી ચાર ઉમેદવારો ધોરણ 10 પાસ , મહિલા ઉમેદવાર ધોરણ 12 પાસ , બાર ઉમેદવારોએ કોલેજ સુધીનો અભ્યાસ , એક ઉમેદવારે એમબીએ તેમ જ ઉમેદવાર હોય એન્જિનિયરિંગ અને બે ઉમેદવારો ધોરણ 10 થી ઓછા ધોરણ સાત અને નવ સુધી ભણેલા છે. ભિલોડામાંથી પૂર્વ આઇપીએસ પી.સી. બરંડા સિદ્ધપુરમાંથી ઉદ્યોગપતિ બળવંતસિંહ રાજપૂતની પસંદગી કરી છે. ભાજપે જાહેર કરેલા 23 ઉમેદવારોમાં 10 ઉમેદવારો ખેડૂત, 5 ઉમેદવારો વેપારી, 3 ઉમેદવારો બિલ્ડર, 2 ઉમેદવારો સમાજસેવક, 1 ઉમેદવાર પૂર્વ આઇપીએસ , ઉદ્યોગપતિ અને બાયડના મહિલા ઉમેદવાર ઘરકામ કરે છે.

ઉત્તર ગુજરાતમાં જિલ્લા પ્રમાણે ઉમેદવાર તેમનો અભ્યાસ અને વ્યવસાય

પાટણ બેઠકના ઉમેદવારો

બેઠકનામઅભ્યાસવ્યવસાય
સિદ્ધપુરબળવંતસિંહ રાજપુતગ્રેજ્યુએટઉદ્યોગપતિ
ચાણસ્માદિલીપજી ઠાકોરSSCખેડૂત

બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારો

પાલનપુરઅનિકેત ઠાકરB.COMવેપાર
કાંકરેજકિર્તીસિંહ વાઘેલાFY.COMખેડૂત
થરાદશંકરભાઈ ચૌધરીM.B.Aખેડૂત
દિયોદરકેશાજી ચૌહાણધો 10ખેડૂત
વાવસૌરભજી ઠાકોરધો 10ખેડૂત
ધાનેરાભગવાનભાઈ ચૌધરીB.COMખેડૂત
દાંતાલખુભાઈ પારધીધો 9ખેડૂત
ડીસાપ્રવિણભાઈ માળીB.Aવેપાર
વડગામમણીભાઈ વાઘેલાB.Aવેપાર

સાબરકાંઠા -અરવલ્લી બેઠકના ઉમેદવારો

ઈડરરમણલાલ વોરાB.COM LLBસા.કાર્યકર
બાયડભીખીબેન પરમારધો 12ગૃહિણી
ભિલોડાપી.સી.બરંડાBA.BPEDનિવૃત્ત IPS
મોડાસાભીખુસિંહ પરમારધો 10ખેડૂત(માઈનિંગ)
ખેડબ્રહ્માઅશ્વિન કોટવાલB.Aસા. કાર્યકર
પ્રાંતિજગજેન્દ્રસિંહ પરમારB.Aખેડૂત

મહેસાણા બેઠકના ઉમેદવારો

મહેસાણામુકેશ પટેલબી.ઇ સિવિલબિલ્ડર
ઊંઝાકિરીટ પટેલબી.ઇ.સિવિલબિલ્ડર
બહુચરાજીસુખાજી ઠાકોરગેજ્યુએટ(BRS)ખેડૂત
વિસનગરઋષિકેશ પટેલડિપ્લોમા સિવિલબિલ્ડર
વિજાપુરરમણભાઈ પટેલગેજયુએટવેપાર
કડીકરસનભાઈ સોલંકી7 પાસખેડૂત
અન્ય સમાચારો પણ છે...