ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની ગણાતી પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી પાટણ વિધાનસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયાતી ઉમેદવાર રાજુલ બેન દેસાઈની જાહેરાત કરાઈ હતી. તો રાધનપુર બેઠક પર લવીંગજી ઠાકોરની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં પાટણ અને રાધાનપુરમાં કોણ ઉમેદવાર આવશે તેની મુંઝવણ અને પાટણ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ વચ્ચે રાત્રે મોવડી મંડળ દ્વારા પાટણમાં ડો રાજુલ બેન દેસાઈ અને રાધનપુર માં અલ્પેશ ઠાકોરનો વિરોધ કરનાર લવીંગજી ઠાકોરને ટિકિટ ની જાહેરાત કરવામાં આવી છે.બન્ને નામો ની જાહેરાત કરવામાં આવતા સમર્થકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
બંને બેઠકો પર વિરોધનો સૂર ઉઠ્યો હતો
રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ચર્ચા શરૂ થતા જ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર ખુલ્લીને સામે આવ્યા હતા અને 18 વર્ણના સંમેલનમાં આયાતી ઊમેદવારનો વિરોધ કર્યો હતો. હવે પક્ષે લવિંગજીને જ અહીંથી ટિકિટ આપી છે. જ્યારે પાટણ બેઠક પર પણ ડો. રાજુલ દેસાઈનું નામ ચર્ચામાં આવતા સ્થાનિક નેતાઓએ નારાજગી વ્યકત કરી હતી. જો કે, સ્થાનિકોની નારાજગી વચ્ચે પણ પાર્ટીએ રાજુલ દેસાઈ પર વિશ્વાસ વ્યકત કરી તેમને ટિકિટ ફાળવી છે.
ચાર બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવારો
બેઠક | ભાજપના ઉમેદવાર | કૉંગ્રેસના ઉમેદવાર | AAPના ઉમેદવાર |
રાધનપુર | લવિંગજી ઠાકોર | રઘુ દેસાઈ | લાલજી ઠાકોર |
ચાણસ્મા | દિલીપ ઠાકોર | દિનેશ ઠાકોર | વિષ્ણુ પટેલ |
પાટણ | ડો. રાજુલ દેસાઈ | કિરીટ પટેલ | લાલેશ ઠક્કર |
સિદ્ધપુર | બળવંતસિંહ ઠાકોર | ચંદનજી ઠાકોર | મહેન્દ્ર રાજપૂત |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.