તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની યાદી જાહેર:પાટણ પાલિકા માટે ભાજપે જુના 18ને ટિકિટ આપી, 21 નવા ચહેરા

પાટણ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાટણમાં વોર્ડ નંબર 9 માં ભાજપ પક્ષે ટીકીટ આપેલા સંગીતાબેનના પતિ ભરતભાઇ પોતે જ પત્નીની ટીકીટ પરત લેવાની માંગ કરી હતી. જો નિર્ણય નહિ બદલે તો ચૂંટણી પત્નીને નહિ લડાવે તેવી ચીમકી આપી છે. - Divya Bhaskar
પાટણમાં વોર્ડ નંબર 9 માં ભાજપ પક્ષે ટીકીટ આપેલા સંગીતાબેનના પતિ ભરતભાઇ પોતે જ પત્નીની ટીકીટ પરત લેવાની માંગ કરી હતી. જો નિર્ણય નહિ બદલે તો ચૂંટણી પત્નીને નહિ લડાવે તેવી ચીમકી આપી છે.
 • પાટણમાં ભાજપના 43 પૈકી 42 નામ જાહેર, કેટલેક અંશે સગાવાદ ડોકાયું
 • પાટણ પાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કરતાં જ ભડકો, કોંગ્રેસમાં ઉપપ્રમુખ રહી ચુકેલા દિનેશ પટણીને ટિકિટ ન અપાતા પટણી સમાજે દ્વારા સાંજે જ્ઞાતિ પંચાયત બોલાવી

પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે ગુરુવારે ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં એકમાત્ર બેઠકને બાદ કરતાં 43 ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. જેમાં 21 જેટલા નવા ચહેરાને તક આપવામાં આવી છે. જોકે ઉમેદવારની પસંદગીમાં નક્કી કરાયેલા માપદંડમાં કેટલેક અંશે બાંધછોડ કરવામાં આવતા ટિકિટ ફાળવણીને લઇ અસંતોષની લાગણી ફેલાઈ હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલને કાપવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસમાં ઉપપ્રમુખ રહી ચુકેલા દિનેશ પટણીને ટિકિટ ન અપાતા પટણી સમાજ દ્વારા સાંજે જ્ઞાતિ પંચાયત બોલાવીને મહિલાને બદલે પુરુષ અને દિનેશ પટણીને ટિકિટ આપવા માંગ કરી હતી. જે ભાજપ સંગઠનમાં રજૂ કરવામાં આવનાર છે.

ગુરુવારે સવારે ભાજપના ઉમેદવારોની ઇંતેજારીનો અંત આવ્યો હતો. એ સાથે જેમના પત્તા કપાયા હતા તેમના ચહેરાના નૂર ઉડી ગયા હતા. જેમાં પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલને ભાજપમાં પહેલી સિનિયોરીટી ગણી ટિકિટ મળવાની આશા હતી. પરંતુ ધારણા પ્રમાણે ખોટી પડી હતી. ભાજપ દ્વારા સામાન્ય સભાઓમાં સૌથી વધુ ચર્ચા કરતા વોર્ડ 9ના પૂર્વ કોર્પોરેટર ડોક્ટર નરેશ દવેનું પત્તું કાપ્યું છે. જેમણે પહેલાથી ગંધ આવી જતાં રાજીનામું આપી દીધું હતું. અને હવે અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર છે.

વોર્ડ નંબર 5 માં અરવિંદભાઈ પટેલ અને વોર્ડ નંબર 11 માં શાંતીબેન ગિરીશભાઇ પટેલને ટિકિટ આપવામાં મોટી ઉંમર ધ્યાનમાં લેવાય નથી .વોર્ડ નંબર ચાર માં મહેશ પટેલ ગઈ બોડીમાં પેટા ચૂંટણીમાં અડધી મુદ્દત માટે ચૂંટાયા હતા. એટલે તેમની ત્રણ ટર્મ ન ગણતા ટિકિટ આપવામાં આવી છે. સંગઠનમાં હોય તેમને કે તેમના કુટુંબીને ટિકિટ ન આપવા પાર્ટીનો માપદંડ હતો પરંતુ વોર્ડ નંબર ચારમાં શહેર ભાજપ મહામંત્રી શૈલેષભાઈ મોહનભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર 11 માં પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે. સી. પટેલના કુટુંબી ભાઈ જયેશભાઈ ગણપતલાલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

જ્યારે વોર્ડ નંબર 10 માં એક સામાન્ય બેઠકના ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી રાખવામાં આવ્યું છે. તેમાં પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્નાના પુત્રને ટિકિટ આપવામાં આવનાર હોવાના નિર્દેશ માહિતગાર સૂત્રોએ આપ્યા હતા. વોર્ડ નવમાં ભાજપની ટિકિટ માટે હીનાબેન શાહનું નામ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થઈ ગયા પછી ગુરુવારે બદલી દેવાયું હતું.

ભાજપ દ્વારા 18 ચહેરા રીપીટ કરાયા
પાટણ નગર પાલિકા ચૂંટણીમાં ભાજપ દ્વારા ગઈ બોડીમાં ચૂંટાયેલા, ચૂંટણી હારી ગયેલા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હોય તેવા 18 ચહેરાઓને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર એકમાં હારેલા ઉમેદવારના પત્નીને ટિકિટ આપવામાં આવી છે. એક પૂર્વ મહિલા કોર્પોરેટરનો વિસ્તાર બદલવામાં આવ્યો છે.

21 નવા ચહેરા લાવ્યા છીએ : શહેર પ્રમુખ
શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં 21 નવા ચહેરા ને તક આપવામાં આવી છે. જ્યારે શહેર મહામંત્રીને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ તેઓ શહેર મંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપી દેશે. કે.સી. પટેલના ભાઈ જયેશભાઈ પટેલને ટીકીટ અંગે તેમણે જણાવ્યું કે સંગઠન પદાધિકારીના પુત્ર પુત્રી કે પત્ની ને ટિકિટ ન આપી શકાય. કુટુંબી ભાઈને આપી શકાય.

પાલિકાના 42 ઉમેદવારોનાં વોર્ડ વાઈઝ નામ
વોર્ડ નંબર-1
ઠાકોર મંજુલાબેન બાબુજી -રીપીટ
રાવળ ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ- પત્ની, નવો ચહેરો
પટેલ મનોજભાઈ ખોડીદાસ -રીપીટ
પટેલ મનોજભાઈ નાગરદાસ -આયાતી

વોર્ડ નંબર-2
પટેલ નીતાબેન દિલીપકુમાર -નવો ચહેરો
પ્રજાપતિ સીતાબેન ગીરીશભાઈ- આયાતી
પરમાર બીપીનભાઈ ખોડાભાઈ- આયાતી
પટેલ દીક્ષિત ભાઈ જયંતીભાઈ-નવો ચહેરો

વોર્ડ નંબર-3
ભીલ રમીલાબેન ગોવિંદભાઈ -નવો ચહેરો
રાવલ છાયાબેન મયુરભાઈ-નવો ચહેરો
મોદી હરેશભાઈ રસિકલાલ-નવો ચહેરો
રાજપુત ગોપાલસિંહ ગંગાસિંહ -રીપીટ

વોર્ડ નંબર-4
ઠાકોર આશાબેન શૈલેષ સિંહ -રીપીટ
દેસાઈ ચંપાબેન જીવણભાઈ -રીપીટ
પટેલ મહેશભાઈ માધવલાલ -રીપીટ
પટેલ શૈલેષભાઈ મોહનભાઈ- રીપીટ

​​​​​​​વોર્ડ નંબર-5
પટેલ લીલાબેન હીરાલાલ -નવો ચહેરો
ઠાકોર રમીલાબેન વિનોદજી -નવો ચહેરો
ઠાકોર દશરથજી સરતાનજી-નવો ચહેરો
પટેલ અરવિંદભાઈ અમથાભાઈ-રીપીટ

​​​​​​​વોર્ડ નંબર-6
સ્વામી કપિલાબેન મુકેશભાઈ -રીપીટ
પટેલ સ્મિતાબેન અલ્પેશભાઈ -નવો ચહેરો
પટેલ મુકેશભાઈ જેઠાભાઈ -નવો ચહેરો
પટેલ ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ-નવો ચહેરો

વોર્ડ નંબર-7
પ્રજાપતિ પ્રવિણાબેન મુકેશભાઈ -નવો ચહેરો
પ્રજાપતિ કામિનીબેન ભરતકુમાર -નવો ચહેરો
હિરવાણીયા રાજેન્દ્રભાઈ કેશવલાલ -નવો ચહેરો
પટેલ રમેશભાઈ કાંતિભાઈ-નવો ચહેરો

વોર્ડ નંબર-8
મોદી અલકાબેન જયેશભાઈ-નવો ચહેરો
ત્રિવેદી માનસીબેન અરવિંદભાઈ-નવો ચહેરો
પ્રજાપતિ ધર્મેશભાઈ પૂનમચંદ- રીપીટ
ઠક્કર સતિષચંદ્ર કાંતિલાલ-નવો ચહેરો

વોર્ડ નંબર-9
મોદી અનિલાબેન કિર્તીભાઈ-નવો ચહેરો
પટણી સંગીતાબેન ભરતભાઈ- રીપીટ
પટેલ દેવચંદભાઈ શંકરલાલ- રીપીટ
પટેલ ઇલેવન ભાઈ મોહનભાઈ-નવો ચહેરો

વોર્ડ નંબર-10
સોલંકી પીનલબેન વિપુલભાઈ-રીપીટ
કડિયા વર્ષાબેન કશ્યપભાઈ -નવો ચહેરો
ફારુકી મહંમદ હુસેન આતાહુસેન -રીપીટ
એક બેઠક નામ બાકી છે

વોર્ડ નંબર-11
પરમાર હિરલબેન અજય ભાઈ- રીપીટ
પટેલ શાંતીબેન ગીરીશભાઈ -નવો ચહેરો
ઠાકોર ભવાનજી વરસાજી-આયાતી
પટેલ જયેશભાઈ ગણપતભાઇ-નવો ચહેરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો