ભાજપની વધુ એક યાદી જાહેર:રાધનપુર બેઠક પર ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપી, સમર્થકોમાં ખુશનો માહોલ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના રાધનપુર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લવિંગજી ઠાકોરની ટિકિટ ફાઇનલ થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ રાધનપુર વાશીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો.રાધનપુર બીજેપી કાર્યકર્તાઓમાં ખુશી નો માહોલ લવિંગજી ઠાકોર નાં ઘરે ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો પહોચી મીઠું મોઢું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. લવિંગજી ઠાકોરનુ નામ ડીકલેર થતાં રાધનપુરની અંદર ખુશીનો નો માહોલ છવાયો.

જિલ્લાના મોવડી મંડળ, તાલુકાના મોવડી મંડળ તેમજ સંગઠનનો પણ આભાર વ્યક્ત કર્યો હતે. તેમજ 16 રાધનપુર મત વિસ્તારનાં લોકોનો આભાર વ્યક્ત કરી વધુમાં જણાવ્યું હતું કે, રાધનપુર વિસ્તારનાં લોકોનાં આશીર્વાદથી જ ટિકિટ મળી છે અને આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે રાધનપુર વિધાનસભા મતદાતાઓ જોડે આશા રાખી જંગી બહુમતીથી વિજયી બનાવે તેવી આશા વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...