તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ટિકિટ કપાતાં ભાજપ કોર્પોરેટરનો ઓડિયો વાયરલ કહ્યું, ભાજપનું નવું સૂત્ર : ભય,ભૂખ અને ભષ્ટાચાર

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કિશોર ભૈયાએ પક્ષ સામે બળાપો ઠાલવી હવે અપક્ષ લડીશ તેવો ઓડિયો વાયરલ થયો
 • ઓડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં જ પાટણના કોર્પોરેટર ફરી ગયા,કહ્યું, ‘હું તો ભાજપમાં છું અને રહીશ, મને ટિકિટ મળશે મને પક્ષ પર પૂરો વિશ્વાસ છે’

પાટણ પાલિકામાં ચૂંટણીમાં ભાજપ પક્ષે નક્કી કરેલા ટિકિટ માટેના માપદંડોને લઇ જુના કાર્યકરોની ટિકિટ મળવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.ત્યારે ટિકિટ ન મળવાના અણસારને લઇ 35 વર્ષીય જુના ભાજપના કાર્યકર કિશોર ભૈયાએ પક્ષ સામે બળાપો ઠાલવી હવે અપક્ષ લડીશ અને પક્ષ સામે બળાપો ઠાલવતો ઓડિયો શહેરમાં વાયરલ થતા ભાજપ પક્ષમાં ચકચાર મચી છે. જો કે, બીજા દિવસે કોર્પોરેટર ફરી પક્ષના વખાણ કરતા સાંભળવા મળ્યા હતા. ભાસ્કર દ્વારા તેમની ઓડિયો ક્લીપની ખરાઈ કરવા ટેલિફોન વાત કરતા તેમને જણાવ્યું કે હું ભાજપ પક્ષમાં છું અને રહીશ.મને ટિકિટ મળશે મને પક્ષ પર પૂરો વિશ્વાસ છે.

પાટણ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર કિશોર ભૈયાના પત્ની કલ્પનાબેન છેલ્લા પાંચ ટર્મથી જીતતા આવ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં તેમને ટિકિટની માંગણી કરેલ છે. ત્યારે પક્ષ દ્વારા ટિકિટ માટે માપદંડો જાહેર કરતા તેમને ટિકિટ નહીં મળશે કે કેમ તેના ભયને લઇ તેમના ભાજપના મિત્રો સાથે નારાજગી વ્યક્ત કરી ભય ભૂખ અને ભષ્ટાચારના આક્ષેપ કરતાં હવે બોલવાનો સમય આવ્યો છે. તેવા આક્રોશ સાથેની વાતચીતનો એક ઓડિયો શહેરના સોશિયલ મીડિયામાં કોઈએ વાયરલ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો. લોકોએ તેનો ખોટો ઓડિયો બનાવ્યો હોવાનું કહી તે પક્ષ સાથે જ હોવાનું જણાવતા જોવા મળ્યા હતા.

મારી જાણ બહાર ઓડિયો ઉતારી વાયરલ કર્યો ભાસ્કર દ્વારા તેમની ઓડિયો ક્લીપની ખરાઈ કરવા કિશોર ભૈયા સાથે ટેલિફોન વાત કરતા તેમને જણાવ્યું કે, હા’ મારી ઓડિયો ક્લીપ છે. ગઈ કાલે બપોરે રોકડીયા ગેટ પાસે અમે ભાજપના સૌ મિત્રો સ્વાભાવિક વાતચીત કરતા હતા તેમાં મારી જાણ બહાર એમને ઓડિયો ઉતારી વાયરલ કરી દીધો છે. હું જનસંઘ નેતા છું. છેલ્લા પાંચ ટર્મથી પાલિકામાં જીતતો આવું છું. હું ભાજપ પક્ષમાં છું અને રહીશ. મને ટિકિટ મળશે મને પક્ષ પર પૂરો વિશ્વાસ છે.

ઓડિયોમાં થયેલી વાતચીત : કિશોર ભૈયા : બોલવાનો વારો હવે આવ્યો.આજ સુધી પાર્ટીના દબાણમાં હતા.અમે ભાજપથી વહેંચાયેલા નથી.અમે જનસંઘથી કાર્યકર છીએ,એટલે જ અમને કાપ્યા છીએ. ટિકિટ નહીં અપક્ષ. ભાજપ માટે નવું સૂત્ર ભાજપ ભય, ભુખ અને ભષ્ટાચાર.કેટલાયે ભષ્ટાચાર કર્યા છે. નામ પણ કહીશ. બીજો માણસ : તમે અપક્ષ નહીં લડો 5 હજારની શરત કિશોર ભૈયા : એક પેટીની માર, કાલે સવારે લઈને આપી દઉં બીજો માણસ : નહીં લડો કિશોર ભૈયા : લડીશ લડીશ ગમે એમાં લડીશ, શરત. આવી જા મેદાનમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો