જ્ઞાતિવાદના સમીકરણોને ધ્યાનમાં રાખીને શનિવારના રોજ પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજનો નેતા મુખ્યમંત્રી બને તે માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ ખાતે મળેલી બેઠકમા ક્ષત્રિય આગેવાન નવઘણજી ઠાકોરએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઠાકોર સમાજના નેતાને 2022મા સી એમ તરીકેનું નામ જાહેર કરે નહી તો ત્રણેય પાર્ટી ઠાકોર સ્માજના રોષનો ભોગ બનવા તૈયાર રહે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અર્થે મળેલી ક્ષત્રિય ઠાકોર સમાજની આજની બેઠકમાં અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને જ્ઞાતિવાદનાં સમીકરણો ઉભા થયા છે અને દરેક મોટાં સમાજ આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈ તૈયારીઓમા લાગ્યા છે. ત્યારે તાજેતરમાં ખોડલધામના નરેશ પટેલનું આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોએ પ્રભુત્વ ઉભું કરી મુખ્યમંત્રીના દાવેદારનું નિવેદન કરતાં સમગ્ર રાજ્યમા જ્ઞાતિવાદના રાજકારણનો વાયરો ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.