મતગણતરી:રાધનપુર નગર પાલિકાના વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવારની જીત, ચલવાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના ઉમેદવાર ડૉ. વિજય સુથાર 630 મતથી વિજેતા
  • રાધનપુર તાલુકા પંચાયતના ચલવાડા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જમુબેન જોરાજી ઠાકોરનો 94 મતથી વિજય

પાટણમાં રાધનપુર નગર પાલિકાના વોર્ડ નંબર 7ની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેનું આજે મંગળવારે પરિણામ જાહેર થયું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર ડૉ. વિજય સુથાર 630 મતથી વિજેતા થયા છે. તેમજ રાધનપુર તાલુકા પંચાયતના ચલવાડા સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો વીજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર જમુબેન જોરાજી ઠાકોરનો 94 મતથી વિજય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાધનપુર નગર પાલિકાના વોર્ડ નંબર 7ની બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીનું આજે મંગળવારે પરિણામ જાહેર થયું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારનો ડૉ. વિજય સુથાર 630 મતથી વિજેતા થયા છે. આ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. 7 ના ભાજપના કોર્પોરેટર અંકુરભાઈ જોષીનું બીમારીને કારણે મૃત્યુ નિપજતાં ખાલી પડેલી બેઠક પર રવિવારના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. રાધનપુરના વોર્ડ નંબર 7 ની બેઠક માટે કુલ 47.70 ટકા મતદાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...