પાટણ જિલ્લાના સિદ્ધપુર વિધાનસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે તેઓનું ઉમેદવારીપત્ર રજુ કરી જંગી જાહેરસભાને સંબોધન કર્યા બાદ મંગળવારથી ગ્રામ્ય વિસ્તારોમાં ચુંટણી પ્રચાર તેજ કર્યો છે. સેવાલણી, વરશીલા, નાદોત્રી, ઠાકરાસણ, ગણેશપુરા, ચાટાવાડા, સમોડા, ગણવાડા, નાગવાસણ, સંડેસરી, લુખાસણ, મુડાણા, કોટ અને આકવી વિગેરે ગામોની મુલાકાત લઇ ગામના આગેવાનોને મળી સ્થાનિક પ્રશ્નો અંગે વાર્તાલાપ કરી રહ્યા છે.
કમળના નિશાન તરફી જંગી મતદાન કરવા આહવાન
બળવતસિંહ રાજપૂત જાહેર સભાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સરકારે છેલ્લા વર્ષોમાં રોડ-રસ્તાઓના, વીજળી અંગેના, પીવાના પાણીના અનેકવિધ કામો કર્યા છે તેમજ બાળકો, મહિલાઓ સહિત તમામ સમાજો માટે વિવિધ યોજનાઓ થકી લાભો આપ્યા છે. હાલમાં ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનો વિકલ્પ જ નથી આગામી સરકાર બહુમતીથી ભાજપની બનશે જેથી આપ સર્વેને આ વિકાસયાત્રામાં જોડાઈ ભારતીય જનતા પક્ષના કમળના નિશાન તરફી જંગી મતદાન કરવા જણાવ્યું હતું.
આ ચુંટણી પ્રચારમા શંભુભાઈ દેસાઈ, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, પાટણ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભાનુમતીબેન મકવાણા તાલુકાપંચાયત વિરોધ પક્ષના નેતા અભુજી ઠાકોર, તાલુકા ભાજપ મહામંત્રી વિષ્ણુજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકરો જોડાયા હતા. આવતીકાલે બુધવારના રોજ સેદ્રાણા, ડુંગરિયાસણ, મામવાડા, ડીડરોલ, ખળી, કનેસરા, નેદ્રા, કાયણ, પુનાસણ, વનાસણ, સરસ્વતીનગર અને ચંદ્રાવતી વગેરે ગામોની મુલાકાત લઇ ચૂંટણી સભાઓને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સંબોધન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.