તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ભાજપ અને કોંગ્રેસ મતદારોને આકર્ષવા જ્ઞાતિ આધારિત સ્ટાર પ્રચારકો બોલાવશે

પાટણ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસના હાર્દિક પટેલ અને પરેશ ધાનાણી સભાઓ ગજવશે
 • ભાજપના પુરૂષોત્તમ રૂપાલાની સભા યોજાશે, અલ્પેશ ઠાકોરની સભાઓ શરૂ

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે જ્ઞાતિ આધારિત રાજનેતાઓને પ્રચાર માટે બોલાવ્યા છે. પાટણ તાલુકાના રણુંજ, પાટણ શહેર અંબાજી નેળીયુ, જુના ગંજ બજાર સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની સભા કરવાનું આયોજન કર્યું છે. જ્યારે ભાજપ પાટીદારોના મત અંકે કરવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતારશે. પાટીદાર વિસ્તાર મણુદ અને વડાવલી બેઠક માટે પુરુષોત્તમ રૂપાલાની સભા કરવા માટેનું આયોજન ચાલી રહ્યું છે.

આ ઉપરાંત ઠાકોર સમાજ પર પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની પકકડ હોવાથી કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં તેમની પાસે પ્રચાર કરશે. ત્યારે ભાજપે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પાસે પ્રચાર શરૂ કરાવી દીધો છે. મુસ્લિમ વિસ્તારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માઈનોરીટી ચેરમેન વઝીરખાન પઠાણ પાટણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય શૈલેષ પરમાર, રાજ્યસભાના પૂર્વ સાંસદ સાગર રાયકા તેમજ સિદ્ધપુર શહેરમાં પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ બ્રાહ્મણ મત અંકે કરવા ચૂંટણી પ્રચાર કરશે.

જ્યારે ભાજપમાંથી લણવા ખાતે સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીએ સભા કરી હતી. આ ઉપરાંત સ્થાનિક નેતાઓ બળવંતસિંહ રાજપૂત રણછોડભાઈ દેસાઈ સહિતના આગેવાનો જ્ઞાતિવાદી સમીકરણો પ્રમાણે ના વિસ્તારમાં જઈ ચૂંટણી પ્રચાર કરે તે માટે આયોજન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો