તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Bilia's Young Lady Went To Unawa In Bhuva To Believe And Fell In Love, Parineeta Complained Against Bhuva's Husband And Prostitute

પતિ-પત્ની અને વો:બિલીયાની યુવતી ઉનાવામાં ભૂવા પાસે માનતા કરવા ગઇ અને પ્રેમમાં લપેટાઇ, પરિણીતાએ ભૂવા બનેલા પતિ અને પરસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ કરી

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 14 વર્ષના લગ્નજીવનને પતિએ દાવ પર લગાવી દિધું
  • ઉનાવાના ભુવાપણુ કરતા પતિએ પત્નીને તરછોડી પરસ્ત્રી સાથે લફડુ કર્યું

પાટણ મહેસાણાના ઉનાવામાં પતિ-પત્ની અને પરસ્ત્રીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉનાવામાં રહેતા અને 14 વર્ષ પહેલાથી પરણિત અને ભુવાપણું કરતા શખ્સ પોતાની પાસે માનતા રાખવા માટે આવતી એક યુવતીના પ્રેમમાં પડીને તેની સાથે ઘર સંસાર વસાવવાના સપના સાકાર કરવા પોતાની પત્નીને ત્રાસ આપતાં આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં પરણિતાએ પોતાના પતિ સહિત સાસરીયાં અને અન્ય યુવતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સેજલ ઓછું ભણેલી છે અને તેમને ભણેલી વહુ લાવવી છે

તાલુકાના મંડલોપ ગામની સેજલ રબારીના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ 14 વર્ષ અગાઉ ઉનાવા ખાતે રહેતા હાર્દિક ઉર્ફે પિન્ટુ ઈશ્વરભાઈ રબારી સાથે થયા હતા. જે ભુવાપણું પણ કરતા હતા. શરૂઆતમાં ઘર સંસાર ઠીક ચાલ્યા બાદ સેજલના સાસરીયા અને પતિએ તેના પિતાના ઘરેથી દહેજ લાવવાની માંગણી શરૂ કરી હતી. અને સેજલ ઓછું ભણેલી છે અને તેમને ભણેલી વહુ લાવવી છે. તેથી સેજલને જતી રહેવા માટે કહી ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો.

મારે તારા પતિ સાથે પ્રેમ સંબંધ છે અને લગ્ન કરીને અહીં આવવાનું છે

પરંતુ સેજલને ઘર સંસાર બગેડ નહી તે માટે તેણી બધુ સહન કરતી હતી. સમય જતાં આ ત્રાસ વધ્યો હતો. અને તેના પતિ હાર્દિક ઉર્ફે પિન્ટુ ભુવાપણું કરતો હોવાથી બિલીયા માનતા કરવા આવતી એકતા કાશીરામભાઈ રબારી નામની યુવતી સાથે મનમેળ આવી ગયો હોવાથી તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. અને માનતા કરવા આવતી એકતાએ પણ સેજલને તું અહીંયા કેમ પડી રહી છે. મારે તારા પતિ સાથે પ્રેમ સંબંધ છે અને લગ્ન કરીને અહીં આવવાનું છે તું અહીથી જતી રહે તેમ કહેતી હતી.

સેજલ આ ત્રાસ બાબતે કાકા સસરા ઈશ્વરભાઈ અજમલભાઈ રબારી અને સાહરભાઈ કુરાભાઈ રબારીને કહેવા જતાં તેમણે પણ સેજલનો સાથ ન આપી પોતાના ભત્રીજાનો સાથ આપતાં આખરે સેજલે આ મામલે ચાણસ્મા પોલીસ મથકે તમામ વિરૂદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...