તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સાંતલપુરના માનપુર પાટીયા નજીક ટ્રેઈલરનું ટાયર ફરી વળતાં બકુત્રાના બાઈક ચાલકનું મોત

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કૌટુબીક બંને ભાઈઓ બાઈક પર પસાર થતા હતા ત્યારે અકસ્માત નડ્યો
 • અકસ્માત સર્જી ટ્રેઈલર મુકી ચાલક ફરાર, એક ઈજાગ્રસ્તને ટોલ નાકાની ગાડીમાં સારવાર અર્થે ખસેડાયો

સાંતલપુર તાલુકાના માનપુરા પાટીયા નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. તેમાં બાઇક સવાર બકુત્રા બે યુવાનો ટ્રેલરની ટકકરે રોડ ઉપર પટકાયા હતા. તેમાં અેક યુવાન ઉપર ટ્રેલરના ટાયર ફરી વળતાં કમકમાટી ભર્યુ મોત થયુ હતુ. જયારે અેક ગંભીર ઇજાઅો હોવાની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

સાંતલપુર તાલુકાના બકુત્રા ગામે રહેતા જોધાભાઇ અાંબાભાઇ રબારી તેમજ લક્ષ્મણભાઇ પુનાભાઇ રબારી સોમવારે સાંજના તેમના કુંટુબી ભાઇ વેલાભાઇને માનપુરા બાઇક લઇને મળવા ગયા હતા, ત્યાં જમ્યા બાદ સામાજીક વાતચીત કરીને મધ્યરાત્રે બકુત્રા જવા સારૂ નિકળ્યા હતા તે વખતે માનપુરા પાટીયા નજીક ટ્રેલર ચાલકની ટકકરે બન્ને બાઇક સવાર રોડ ઉપર પટકાયા હતા તેમાં જોધાભાઇ ટ્રેલર ટાયરની નીચે આવી જતાં લોહી લુહાણ હાલતમા બેભાન પડેલ હતા અને લક્ષ્મણભાઇ હાઇવે રોડ વચ્ચે ફેકાઈ ગયા હતા, ત્યારે વારાહી ટોલ ટેકસની ગાડીમાં બન્ને ઇજાગ્રસ્તને વારાહી સરકારી દવાખાને લઇ જવાયા હતા. જ્યાં તબીબે તપાસ કરતા જોધાભાઇને મૃત જાહેર કર્યા હતા. તેમના મૃતદેહ પીઅેમ કરીને લાશ વાલીવાસો સોપી હતી. અા અંગે કુટુબીભાઇ વેલાભાઇ મગનભાઇ રબારીઅે વારાહી પોલીસ મથકે સામે ટ્રેલર અાર.જે.24 અેજી 3455 ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો