અકસ્માત:રાધનપુરમાં વારાહી રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાનીપીપળી ગામના બળવંતજી લગધીરજી ઠાકોરનું મોત

પાટણ જિલ્લાના રાધનપુરમાં વારાહી રોડ ઉપર ઓનેસ્ટ હોટેલની સામે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ઉપર જઈ રહેલા નાનીપીપળી ગામના યુવાનનું કમકામાટીભર્યું મોત થયું હતું.

ઓનેસ્ટ હોટેલ આગળ શુક્રવારે સવારે એક લાશ મળી આવી હતી. જે બાબતે તપાસ કરતાં રાધનપુર ખાતે રેડિમેડની દુકાનમાં નોકરી કરતો અને નાનીપીપળી ગામના બળવંતજી લગધીરજી ઠાકોરની લાશ હોવાનું અને બાઈક ઉપર જતો હતો એ સમય દરમિયાન કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ બળવંતજી ગુરુવારે મોડી સાંજે દુકાનેથી ઘરે નાનીપીપળી જવા નીકળ્યો હતો, પરંતુ ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. શુક્રવારે સવારે અકસ્માતમાં મોત થયાના સમાચાર મળતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.રેફરલ હોસ્પિટલ ખાતે સગાસંબંધીઓ પહોંચી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...