હિટ એન્ડ રન:પાટણના કમલીવાડા નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈકને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા વાહનચાલકોના લીધે અવાર-નવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા રહે છે. જેમાં અનેક નિર્દોષ જીંદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોય છે. ત્યારે મકરસંક્રાંતિના દિવસે કમલીવાડા ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું.

પાટણના કમલીવાડા (રામપુરા) ખાતે સંયુક્ત પરિવારમાં રહેતા ખેડૂત પરિવારનો પુત્ર મેહુલ કનુભાઈ ઉતરાયણની સાંજ નાં પોતાનું બાઇક લઈને હાઈવે પરની આશ્રમ હોટલ ઉપર ચકકર મારી પરત ધરે આવી રહ્યો હતો. તે સમયે માગૅ પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહેલા કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલક મેહુલને ટક્કર મારી ગંભીર ઈજાઓ સાથે મોત નિપજાવી પોતાનું વાહન લઇને ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતના બનાવની જાણ મૃતકનાં પરિવારજનોને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે બાલીસણા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...