તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાઘેલ રોડ ઉપર ટ્રેકટરની ટક્કરે બાઈક સવારનું મોત

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાલક સ્થળ પર ટ્રેકટર મૂકી નાસી ગયો

વાઘેલ ગામે રહેતા સરતાનજીઅમુજી વાઘેલા ગુરુવારે સાંજના સમયે દૂધ ડેરી એ દૂધ ભરાવવા માટે ગયા હતા તે વખતે તેમનો ભાણો સુરેશસંગ અને તેમનો ભત્રીજો રાજવીર સિંહ હઠાજી વાઘેલા પ્લેટીના બાઈક લઈ હારીજ તરફ જવા માટે નીકળ્યા હતા તેઓ ડેરીમાં દૂધ ભરાવી ડેરીએ બેઠા હતા.

તે વખતે તેમના ભાણા સુરેશસંગ ને અકસ્માત થયો હોવાની જાણ થતાં તેઓ અને તેમના કુટુંબની ભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા તે વખતે રોડ પર લોકોનું ટોળું ભેગું થયેલું હતું અને તેમના ભાણા સુરેશસંગ ની લાશ રોડની સાઈડમાં પડેલી હતી અને રોડની સાઈડમાં ચોકડીયો માં બાવળની ઝાડીમાં તેમના ભત્રીજા નું પ્લેટીના બાઈક અકસ્માત થયેલ હાલતમાં પડેલું હતું તેમના ભત્રીજા રાજવીર ને ઇજાઓ થઇ હોવાથી પાટણ સારવાર માટે ખસેડાયો હતો.

બાદમાં સુરેશસંગની લાશને હારીજ સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ સરકારી દવાખાને પહોંચી હતી. આ અંગે હારીજ પોલીસ મથકે ટ્રેક્ટર ( જીજે 0 7 ડી.એ 58 63) ના ચાલક સામે સરતાનજીઅમુજી વાઘેલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...