બંધ ટ્રકમાં બાઇક અથડાઈ:ચાણસ્માના રામગઢ પાસે રાત્રે બંધ લાઇટ સાથે પાર્ક કરેલી ટ્રકમાં બાઈક ઘૂસી, બાઇક સવારનું મોત

પાટણ15 દિવસ પહેલા
  • બનાવના પગલે ચાણસ્મા પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

પાટણ જિલ્લાનાં ચાણસ્માથી કંબોઈ તરફ બાઈક પર હેલ્મેટ પહેરેલી હાલતમાં જઈ રહેલા યુવાનને ગત મોડી રાત્રે રામગઢ નજીક રોડ પર બંધ હાલતમાં અને પાછળની હેડ લાઈટ બંધ હાલતમાં ઉભેલ ટ્રક સાથે અકસ્માત સજૉતા બાઈક ચાલકનું હેલ્મેટ નિકળી જતા તેને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં આ બાબતે ટ્રક ચાલક વિરૂધ્ધ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સારવાર દરમિયાન મોત નિપજ્યું
આ બાબતે મળતી હકીકત મુજબ નોકરીથી ધર તરફ બાઈક પર હેલ્મેટ પહેરી ને પરત ફરી રહેલા દિગ્વિજયસિહ માનસંગજી સોલંકી ચાણસ્માથી કંબોઈ તરફ ગતરાત્રીના સુમારે પસાર થઇ રહ્યા હતા. રામગઢ નજીક રોડ ઉપર ઉભેલ અને પાછળની બંધ હેડ લાઈટ વાળી ટ્રક નં જીજે 12 એયુ 6425 સાથે તેઓનું બાઈક નં.જીજે 24 એજે 4064 ધડાકાભેર અથડાતાં હેલ્મેટ નિકળી જતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને કારણે તેઓને 108 દ્વારા ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

ટ્રક ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી
આ બાબતે ચાણસ્મા પોલીસને જાણ થતાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વાલી વારસોને લાશ સોંપી ટ્રક ચાલક વિરૂધ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. રામગઢ ગામ પાસે બંધ હેડ લાઈટ વાળી પાકૅ કરેલી ટ્રક સાથે અંધારાનાં કારણે બાઈક ચાલકનાં સજૉયેલા અકસ્માતના પગલે લોકોમાં ટ્રક ચાલક સામે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...