તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોટી પીપળી નજીક ટ્રેલરની અડફેટે બાઇક ચાલકનું મોત

પાટણ8 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાધનપુર વારાહી હાઈવે પર મોટીપીપળી પાસે રવિવારે સવારે બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ચાલક ટ્રેલર મૂકી નાસી ગયો હતો. આ અંગે રાધનપુર પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી.

રાધનપુરના ગુલાબપુરામાં રહેતા રાહુલ નાગજીભાઈ સોલંકીએ તાજેતરમાં નવુ બાઇક છોડાવ્યું હતું હજી તેનો નંબર પણ નહોતો આવ્યો ત્યારે રવિવારે સવારે મોટી પીપળી નજીક હાઈવે પર અજાણા ટ્રેલરે તેમને અડફેટમાં લેતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. અકસ્માત બાદ ચાલક તેનું ટ્રેલર આરજે 01 જીબી 0095 મૂકીને નાસી ગયો હતો. પરિવારજનોએ મૃતદેહને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લાવી પીએમ કરાવ્યું હતું. મૃતકના સંબંધી બાબુભાઈ લવજીભાઈ સોલંકીએ રાધનપુર પોલીસ મથકે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો