દુર્ઘટના:ભુતિયાવાસણા પાસે વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પીએમ કરી મહેસાણા સિવિલ કોલ્ડ સ્ટોરેમાં લાશ મુકી, સરસ્વતી પોલીસે વાલીની શોધખોળ આદરી

પાટણ તાલુકાના ભુતિયાવાસણા નજીક પાટણ-શિહોરી હાઇવે પુલ નજીક તારીખ 07/09/2022 નારોજ રાત્રે દસેક વાગ્યા અરસામાં અજાણ્યો પુરૂષ બાઇક જીજે 24 ઇ 3175 લઇને જઇ રહ્યા હતા.તે વખતે કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માત દરમ્યાન અજાણ્યા વાહન ચાલક નાશી છૂટ્યો હતો. રાહદારીઅે 108 મારફતે ઇજાગ્રસ્તને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન શનિવારે સાંજે મોત થયુ હતુ.

અા અંગે સરસ્વતી પોલીસે મૃતદેહને પાટણ સિવિલમાં પીઅેમ કરાવીને તેને મહેસાણા સિવિલમાં ખાતે કોલ્ડ સ્ટોરેજ ખાતે મૃતદેહ રાખ્યો છે. તે સરસ્વતી પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો હતો. તપાસ અધિકારી પીઅાઇ અેમ.કે.ચૌધરી જણાવ્યુ હતુ કે મૃતકની અોળખ કરાવવા બાઇક રજિસ્ટર નંબર અોળખ જતા તે બાઇક માલીકે 2010 માં પાટણ અાધેડ કોઇને વેચાણ કરેલ છે તે અાધેડ મરણ ગયેલ હોવાનુ જાણવા મળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...