તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોનાના કેસને લઈ મોટી રાહત, છેલ્લા પાંચ દિવસમાં એકપણ કેસ નહીં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હાલ ફક્ત એક જ એક્ટિવ કેસ રહ્યો

પાટણ જિલ્લામાં કોરોના કેસને લઈ સૌથી મોટી રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ ના નોધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આજે પાંચમો દિવસ છે કે જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા શૂન્ય નોંધાઈ છે. કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાના કહેર બાદ જિલ્લામાં સંક્રમણ સંપૂર્ણ કાબૂમાં આવતા વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

પાટણ જિલ્લામાં હાલ માત્ર એક જ એક્ટિવ કેસ બચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 10 હજાર 661 કેસ નોંધાઈ ચૂક્યા છે. તો કોરોાના કારણે કુલ 109 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...