સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે ગુરુવારે રાત્રે 13 વર્ષના બાળકને જમણા પગના તળિયા નીચે સાપે દંશ મારતાં સારવાર અર્થે ખસેડાયો હતો.
મોટા નાયતા ગામે રહેતા વિપુલજી પ્રહેલાદજી ઠાકોર ગુરૂવારે રાત્રે સુવાના સમયે ચાદર લેવા ખાટલામાંથી નીચે ઉતરતી વખતે ઘરમાં જમણા પગના તળિયા નીચે સાપે દંશ મારતાં પીડા થતાં બૂમાબૂમ કરતાં તેઓ બેભાન થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે પાટણ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેના પરિવારના સભ્યોએ તપાસ કરતા ઘરમાં સાપ જોવા મળતાં પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ હતી. વિપુલજી ઠાકોરને જમણા પગના ભાગે સાપે દંશ મારતા સદભાવના હોસ્પિટલમાં બે દિવસથી સારવાર અપાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.