તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં પાટણ કોંગ્રેસની જન ચેતના અંતર્ગત સાઇકલ રેલી

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કનસડા દરવાજાથી હિંગળાચાચર સુધી યોજાયેલી સાયકલ રેલીમાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો જોડાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર શનિવારના રોજ પાટણ જિલ્લા અને શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા શહેરના કનસડા દરવાજાથી હિંગળાચાચર ચોક સુધી પેટ્રોલ - ડીઝલના અસહ્ય ભાવ વધારાને લઈને જન ચેતના સંમેલન કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાયકલ રેલીમાં જોડાયેલા આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સરકારમાં કૂદકે ને ભૂસકે વધી રહેલી અસહ્ય મોંઘવારી સહિત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને લોકજાગૃતિ અંગેના સૂત્રોચાર કયૉ હતાં. આ જન ચેતના સાયકલ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, પાટણ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ભરતભાઈ ભાટિયા સહિત 100થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...