ભૂમિ પૂજન:પાટણમાં બે કરોડના ખર્ચે હિન્દુ સ્મશાન ભૂમિનું નવીનીકરણ કરવા ભૂમિ પૂજન કરાયું

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમશાન ભૂમિમાં નવીન સગડીઓ, મૃતદેહ રાખવા માટેનો સ્ટોર રૂમ બનશે
  • અંતિમ સંસ્કાર લાઇવ જોઈ શકાય તે માટેની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે

પાટણ શહેરમાં પૌરાણિક હિન્દુ સમશાન ભૂમિનું નવીનીકરણ માટે ટ્રસ્ટ દ્વારા 2 કરોડ ફાળવવામાં આવ્યાં છે. જેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. જેમાં જુના સ્મશાનના સ્થળે ભવ્ય બાંધકામ સાથે વાઇફાઇથી સજ્જ આધુનિક સુવિધાઓ તેમજ મૃતદેહ પણ સપ્તાહ સુધી સંગ્રહી શકાય તેવા સ્ટોર રૂમ ,અંતિમ સંસ્કારની નવીન ભડ્ડીઓથી સજ્જ અને પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓ મળી રહે તેવું મુક્તિધામ બનાવવામાં આવનાર છે.

પાટણ શહેરમાં અધારા દરવાજા વિસ્તારમાં આવેલ પૌરાણિક સમગ્ર હિન્દુ ધર્મના હિન્દુ સમસાન ભૂમિ સ્થળ આવેલું છે. જેનું દાતાઓના દાન થકી નવીનીકરણ કરવા માટેનું ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે. સોમવારે શહેરના સામાજિક અગ્રણીઓ અને દાતાઓ દ્વારા નવીનીકરણ માટે પાટણ ધારાસભ્ય કીરીટ પટેલ નગર પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ નાગરિક બેંકના ડીરેકટર મહેન્દ્ર પટેલ દાતા સંજય પટેલ, કનક ભાઈ ભાટિયા સહિતના સભ્યોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

આ સ્મશાન ભૂમિમાં તમામ જુના બાંધકામોને દૂર કરીને તે સ્થળ ઉપર નવીન બાંધકામ કરવામાં આવનાર છે. જેમાં અદ્યતન સુવિધાઓ માટે અલગ-અલગ સ્થળો બનાવવામાં આવનાર છે. અંતિમ સંસ્કાર માટે નવીન શેડ તેમજ એક એકથી વધુ સગડીયો, સ્વજનોને અંતિમ સંસ્કાર બાદ પ્રાર્થના કરવા માટેનો પ્રાર્થના હોલ, મૃતકના પરિવારજનો વિદેશમાં રહેતા હોય તો લાઈવ નિહાળી શકે તે માટે વાઇફાઇ અને લાઈવ પ્રસારણની પણ સુવિધા ગોઠવવામાં આવશે.

હરિયાળું કેમ્પસની સાથે મૃતદેહ સપ્તાહ સુધી સંઘરી શકાય તે માટે નો સ્ટોર રૂમ પર બનાવવામાં આવનાર છે. આમ અંતિમ સંસ્કાર કરવા આવતા લોકોને હળવાશ અનુભવાય તેવું સુવિધાઓથી સજ્જ અને કુદરતી વાતાવરણ મળી રહે તેવુ સ્મશાન બનાવવાનું આયોજન કરાયું છે.

ભૂમિ પૂજન બાદ જ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં યતીન ગાંધી, ર્શક ત્રીવેદી, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, દાતા સંજય પંચાલ, કનક ભાઈ ભાટિયા, બિલ્ડર દિલીપ પટેલ, મૌલિક સુખડીયા, અશોકભાઈ વ્યાસ સહિતના સમાજના સેવાભાવી લોકો અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...