તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ભૂમિપૂજન:પાટણમાં સરસ્વતી નદીના કાંઠે 120 ફૂટ લાંબો સરસ્વતી ઘાટ બનશે, બે વર્ષમાં તૈયાર કરવાનું આયોજન

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં સરસ્વતી ઘાટની લે-આઉટની તસ્વીર - Divya Bhaskar
પાટણમાં સરસ્વતી ઘાટની લે-આઉટની તસ્વીર
  • નદીકાંઠે બનાવેલા સહસ્ત્ર તરુવનમાં આકર્ષણ ઉભું કરે તેવો તળાવ અને મંદિર સાથેનો સરસ્વતી ઘાટ બે વર્ષમાં તૈયાર કરવાનું આયોજન

પાટણમાં સરસ્વતી નદીના કાંઠે નિર્માણ થયેલ સહસ્ત્ર તરુવનમાં સરસ્વતીના ઉપાસકો દ્વારા સરસ્વતી ઘાટ બનાવવા માટે આજે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. પાટણ સરસ્વતી નદીના કાંઠે મિશન ગ્રીન ટીમ દ્વારા પર્યાવરણની જાળવણી માટે એક કિલોમીટર લાંબા નદીના પટમાં વૃક્ષોની હરિયાળી ઊભી કરી નયનરમ્ય સહસ્ત્ર તરૂવન બનાવી અંદર નેપાળના પશુપતિનાથ પ્રતિકૃતિ સમાન આનંદેશ્વર મહાદેવનું મંદિર બનતાં શહેરમાં તરુવન સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ત્યારે સ્થળ વધુ રમણીય બને અને પર્યાવરણની જાળવણી પણ થાય તેવા હેતુથીમાં સરસ્વતીની વંદના માટે નદીકાંઠે સહસ્ત્ર તરુવનમાં બનેલા સરસ્વતી વનમાં આર્યવ્રત નિર્માણ અને સરસ્વતી ઉપાસકોએ સાથે મળી સરસ્વતીના મંદિર સાથે તળાવ અને પંથ મળી 120 ફૂટથી લાંબો સરસ્વતી ઘાટ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. ઘાટ બનાવવા માટેના આરંભ કાર્ય અનુસંધાને 5 સપ્ટેમ્બર રવિવારે સાંજે પાટણના પૂર્વ અને હાલ બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલ સહિત પ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવે સહિત પર્યાવરણ અને સરસ્વતીના પ્રેમીઓની ઉપસ્થિત રહી ભૂમિ પૂજન કરાનાર છે.

ઘાટ બે વર્ષમાં તૈયાર કરવાનું આયોજન
આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટ ના પ્રમુખ નિલેશ રાજગોરે જણાવ્યું હતું કે પાટણ ઐતિહાસિક નગરી છે.જ્યાં સરસ્વતી નદી વહે છે.પરંતુ હાલમાં વહેણ ચાલુ નથી.જેથી કાંઠે તળાવ બનાવી પાણી અંદર સરસ્વતી માતાજીનું મંદિર બનાવી ગંગા ઘાટ સમાન સરસ્વતી ઘાટ બનાવી રોજ માં સરસ્વતી ની વંદના થાય તેવું પવિત્ર સ્થળ બનાવાનો અમારો આશ્રય છે.આ સ્થળ પાટણ ની શોભામાં વધારો કરશે.અંદાજે બે વર્ષમાં આ ઘાટનું કામ પૂર્ણ થાય તેવો અમારો પ્રયાસ રહેશે.સરસ્વતી માં ના તમામ ઉપાસકોના સહયોગથી આ ઘાટ તૈયાર કરાનાર છે.

અન્ય સમાચારો પણ છે...