તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભકાર્ય:સિદ્ધપુરમાં સરસ્વતી મંદિર, ઘાટનું ભૂમિપૂજન કરાયું

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરસ્વતી નદીનો મહિમા ખૂબજ મોટો છેે, શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ છે: બનાસકાંઠા કલેક્ટર

વૈદિક નદી માતા સરસ્વતીના કાંઠે નિર્માણ પામેલ સહસ્ત્ર તરુવન ખાતે પાટણની પ્રભુતા ને ઉજાગર કરવા માટે સરસ્વતીના ઉપાસકો અને આર્યવ્રત સંસ્થા દ્વારા નિર્માણ પામનાર સરસ્વતી મંદિર સરસ્વતી તળાવ અને સરસ્વતી ઘાટ નું શિક્ષક દિને બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ ની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે સરસ્વતી નદીનો મહિમા ખૂબ જ મોટો છે અને શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ છે. ત્યારે પાટણની દિવ્ય ભૂમિ પર માતા સરસ્વતી નદીના કાંઠે મા સરસ્વતીનું મંદિર તળાવ અને ઘાટના નિર્માણના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે સરસ્વતીના ઉપાસકોને આહવાન કર્યું હતું.

સાથે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરી હરીયાળુ ગુજરાત બનાવવાના સંકલ્પને સાર્થક કરવા માટે જણાવ્યું હતું. તેમજ દેશમાં પ્રસરી રહેલા કોરોનાના ચેપ અંગે સતર્ક રહી માસ્ક પહેરવા તેમજ રસી લેવા માટે લોકોને જાગૃત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલબેન દવે જિલ્લા વિકાસ અધિકારી રમેશમેરજા કુલપતિ જે.જે વોરા મહેસાણા વિભાગના સંઘચાલક નવીનભાઈ પ્રજાપતિ જિલ્લા શિક્ષણ અધિકારી જયરામ ભાઈજોશી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીપીનભાઈ પટેલ અને આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના નિલેશ રાજગોર કાનજીભાઈ પટેલ ધુળાભાઇ દેસાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...