કાર્યવાહી:પાટણ અને સિદ્ધપુરમાંથી ભૂજ સાયબર ક્રાઇમે દારૂ સાથે 9 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ બી ડિવિઝન અને સિદ્ધપુર પોલીસ મથકે 10 સામે ગુનો નોંધાયો

જિલ્લામાં દારૂની હેરાફેરી થઇ રહી હોવાની બાતમી ભુજ સાયબર ક્રાઇમ પોલીસને મળી હતી તેના અાધારે શનિવારે સવારે પાટણ નવાગંજના ગેટ નજીક રોડ પર કારને રોકીને તપાસ કરતા તેમાંથી 1412 ટીન કિ.રૂ.141200 વિદેશી દારૂ જપ્ત કર્યો હતો તેની પુછપરછમાં તેનુ નામ બિશ્રોઇ (ઢાકા) સુરેશ પોકરરામ જણાવ્યુ હતુ તે પુછપછરમાં તેને અા દારૂનો જથ્થો મોકલાવનાર વિનોદ સિન્ધી તેમજ દારૂ ભરી અાપનાર દિકશા ઉર્ફે અાનંદપાલ રાજપુત અને રબારી લક્ષ્મણભાઇ વિરમરામ ત્રણ શખ્સો નામ ખુલ્યા હતા અા અંગે પોલીસે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

ભુજ સાયબર ક્રાઇમ પોલીસે શનિવારે સિદ્ધપુર ખળી ચાર રસ્તા બાજુના પુલના છેડેથી કારને રોકી તપાસ કરતા દારૂની બોટલ 775 કિ.રૂ.53775 દારૂ જપ્ત કર્યો હતો તેની પુછપરછમાં જણાવ્યુ હતુ કે લાલસિંહ સોલંકીઅે દારૂનો જથ્થો વિનોદ સિન્ધીના કહેવાથી દિકશા રાજપુત પાસેથી લીધો હતો. પકડાયેલ શખ્સે સિદ્ધપુર ખાતે કૈલાશ સિન્ધીને અાપવાનો જણાવ્યુ હતુ. રેડમાં 3 શખ્સો ઝડપાયા ચાર ફરાર થઇ ગયા હતા. સિદ્ધપુર પોલીસ મથકે 6 સામે ગુનો નોંધયો હતો

આ 10 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો

  • બિશ્રૌઇ (ઢાક ) સુરેશ પોકરરામ રહે.નયવાડા તા.બાગોડા જિ.ઝાલોર (ઝડપાયેલ)
  • સિન્ધી વિનોદ
  • રાજપુત દિકશા ઉર્ફે અાનદપાલ સુમેરસિંહ રહે. ધાનતા તા.સિરોહી (રાજસ્થાન)
  • રબારી લક્ષ્મણરામ વિરમરામ રહે.નાગોલડી તા.સાંચોર જિ.જાલોર (રાજસ્થાન) (સિધ્ધપુર સરસ્વતી નદિના પુલના ખળી ચાર રસ્તા બાજુના પુલના છેડે)
  • સોલંકી વનરાજસિંહ અમરતસિંહ રહે.સામઢી તા.પાલનપુર
  • સોલંકી કિરણસિંહ વિનુભા રહે.સામઢી તા.પાલનપુર
  • સોલંકી જયંતિસિંહ પથુસિંહ રહે.સામઢી તા.પાલનપુર
  • સોલંકી લાલસિંહ મોહનસિંહ રહે.સામઢી તા.પાલનપુર
  • સિન્ધી કૈલાસ રહે.સિદ્વપુર
  • રાજપુત દિકશા ઉર્ફે અાનંદપાલ રહે.ધાનતા તા.ધાનતા
અન્ય સમાચારો પણ છે...