પાટણની ધારપુર જીએમઈઆરએસ મેડીકલ કોલેજના પેથોલોજી વિભાગના કાર્યકારી વડા અને એસોસીએટ તરીકે ડો. પીયુષ કે. સોલંકી ફરજ બજાવતા હતા. જેઓની બદલી હિંમતનગર ખાતે એસોસીએટ પ્રોફેસર તરીકે બદલી થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં ધારપુર પેથોલોજી વિભાગમાંથી છુટા થતાં વિભાગના તમામ સ્ટાફ દ્વારા મોમેંન્ટો તેમજ સાલ ઓઢાડી ભીની આંખે વિદાય આપવામાં આવી હતી.
આ વિભાગમાં છેલ્લા પાંચ વર્ષથી વધારે સમય માટે સેવા આપતા હતા. પેથોલોજી વિભાગમાં સેન્ટ્રલેબ તેમજ બ્લડ બેંકનું કામ પણ વડાના પાસે હોવાથી ડો. પિયુષ સોલંકીએ કુશળતાથી અને પોતાના બહોળા અનુભવથી ઉચ્ચાઈઓ સર કરી હતી. પોતાના કાર્યકાળ દરમ્યાન બ્લડ બેંક બંધ હતી, તે ચાલુ કરાવવામાં મોટી સફળતા હાસલ કરી હતી અને બ્લડ બેંક રાબેતા મુજબ ચાલુ કરવામાં ડો. પિયુષ સોલંકીનો સિંહ ફાળો રહ્યો હતો.
પેથોલોજી વિભાગમાં તમામ સ્ટાફ સાથે સરળતાથી કામગીરી કરી તબીબી તરીકેની નિષ્ઠાથી ફરજ બજાવેલ તે જોતાં હિંમતનગર ખાતે બદલી થતાં વિભાગના તેમજ કોલેજના અન્ય સ્ટાફે અશ્રુભીની વિદાય આપી હતી તમામ સ્ટાફની આંખ ભીજાઈ ગઈ હતી.સાથે પીએસએમ વિભાગ ના ડૉ નીતિનભાઈ સોલંકી ને પણ ભાવભીની વિદાય આપવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.