લોકનાટ્ય ભવાઈ:પાટણમાં ત્રાગડ સોની સમાજની ભવાઇ યોજાઈ, ભવાઈમાં રામ-રાવણનું યુદ્ધ યોજાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરના ધીવટા વિસ્તારમાં ત્રાગડ સોની ભવાઈ મંડળ દ્વારા છેલ્લા 400 વર્ષ ઉપરાંતના સમયગાળાથી ભવાઈ વેશનું કરવટુ પરંપરાગત મુજબ નિભાવવામાં આવે છે. જેના ભાગરુપે કારતક સુદ આઠમ એટલે કે, ગતરાત્રિથી બે દિવસીય ભવાઈ વેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં હાસ્યરસ અને વિરસના ભરપુર પાત્રો કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યાં હતા. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ચોક ખાતે એકત્રિત થયા હતા.

સુંદર વેશોની લોકો સમક્ષ ભવ્ય રજૂઆત કરાઈ
પાટણ શહેરના ધીવટા વિસ્તારમાં ત્રાગડ સોની ભવાઈ મંડળ દ્વારા બહુચર માતાના પાવન સાનિધ્યમાં બે દિવસીય પારંપારીક ભવાઈ મંચન ગતરોજ રાત્રિથી પ્રારંભ થયો હતો. જેમાં સમાજના કરવટા કુટુંબના ભવાઈ કલાકારો દ્વારા ગણપતિ, જુઠણ, ગોરખ, જોગણી, સિદ્ધરાજ સહિતના સુંદર વેશોની લોકો સમક્ષ ભવ્ય રજૂઆત કરાઈ હતી.

અંતે રામના હસ્તે રાવણનું વધ કરાયું
ભવાઈના આજે બીજા દિવસે બપોરના સમયે રામ રાવણની સેનાએ ઢોલના નાદ સાથે યુધ્ધનો પ્રારંભ કર્યો હતો. જ્યાં રામ રાવણ વચ્ચે યુધ્ધ ખેલાયુ હતું. ભવાઈ મંચનના અન્ય આયોજકો દ્વારા રાવણને ઉત્સાહીત કરવા માટે ગર્જના અને પડકારો કર્યા હતા. અંતે રામના હસ્તે રાવણનો વધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...