• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Bharatsinh Solanki Said In Congress' Transformation Journey From Radhanpur 'People Who Want To Defeat BJP Are Welcome In Congress'

કોંગ્રેસની પરિવર્તન યાત્રા:રાધનપુરથી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ભરતસિંહ સોલંકીએ કહ્યું- 'ભાજપને હરાવવા માંગતા લોકોનું કોંગ્રેસમાં સ્વાગત છે'

પાટણએક મહિનો પહેલા

બનાસકાંઠા જિલ્લામાં શરુ થયેલી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પાટણ ના રાધનપુર ખાતે પહોંચી હતી. જ્યાં રાધનપુર જલારામ પાર્ટીપ્લોટ ખાતે પરિવર્તન યાત્રા સદર્ભે સભાં યોજાઈ જે સભાંમાં હાજર આગેવાનોએ આગામી વિધાનસભાંની ચૂંટણીમાં કોંગ્રેસને જંગી બહુમતીએ જીતાડવા હાકલ કરી હતી.

રાધનપુર ખાતે કોંગ્રેસની પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી. જેમાં હાજર રહેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી એ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા હોય કે તેમના પુત્ર સહિત અન્ય કોઈપણ લોકો હશે જે પ્રજા વિરોધી ભાજપ પાર્ટી ને હરાવવા માગતા હોય તેમનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીશું. પજાના રક્ષણ માટે ભાજપને હરાવવા માગતી આમ આદમી પાર્ટી પણ જો કોંગ્રેસમાં જોડાય તો તેનું સ્વાગત છે. અમે પ્રજાને મોંઘવારી બેરોજગારી થી બચાવવા માટે પરિવર્તન લાવવા માંગીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...