બીનહરીફ ચૂંટાયા:ચાણસ્મા નગરપાલીકાની ખાલી થયેલી સીટ ઉપર પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીનહરીફ વિજયી બન્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામે પક્ષે કોઈપણ ફોર્મ આવેલ ન હોવાથી પટેલ વિક્રમ ચીમનભાઈ બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા

ચાણસ્મા નગરપાલિકામાં વોડ નંબર 5ના પટેલ અશોકભાઈ સોમાભાઈનુ નિધન થવાથી તેમની જગ્યા ખાલી પડી હતી. જેની આજરોજ પેટા ચૂંટણીના નિયમ પ્રમાણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી જેથી પટેલ વિક્રમ ચીમનભાઈને ભારતીય જનતા પાટીદ્વારા ઉમેદવારી માટે મેન્ડેટ મળતા ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. સામે પક્ષે કોઈપણ ફોર્મ આવેલ ન હોવાથી તેમને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

ચાણસ્મા નગરપાલિકાના કોર્પોરેટર તથા ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, નગર પાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પટેલ (ભગત) .ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ, ચાણસ્મા શહેર ભાજપ મંત્રી અશ્વિનભાઈ પટેલ, કિરણજી ઠાકોર, એમબી પટેલ, નવીનભાઈ પટેલ, નિલેષભાઈ કે પટેલ (પૂર્વ કોપોરેટર ચાણસ્મા કોમશિયલ.કો.ઓપરેટિવ બેન્કના પ્રમુખ) તથા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

પાટણ જિલ્લામાં પ્રથમ પેટા ચુટણી ચાણસ્મા બીનહરીફ થઈ તેવું ચાણસ્મા ભાજપ શહેર પ્રમુખ રાજુભાઇએ જણાવ્યું અને વિક્રમભાઈ ચીમનભાઈ પટેલને બિનહરીફ વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...