તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકની લાગણી:રાધનપુર શાંતિધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ભામાશા ભાવસિંહજી ઠાકોરના અંતિમ સંસ્કાર કરાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતિમ યાત્રામાં ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, રાજકીય અગ્રણીઓ તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા
  • રાધનપુરના ધારાસભ્ય દ્વારા સ્વર્ગસ્થના આત્માની શાંતિ અર્થે વિવિધ ગૌશાળાઓમાં દાન અર્પણ કરાયું

પાટણ જિલ્લાના છેવાડાના પંથકના પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સમાજના ભામાશા ભાવસિંહજી ઠાકોરના રાધનપુર શાંતિ ધામ ખાતે અંતિમ સંસ્કાર વિધિમાં રાધનપુરના ધારાસભ્ય રધુભાઇ દેસાઇ ખાસ ઉપસ્થિત રહી સ્વ.ના આત્માની શાંતિ અર્થે વિવિધ ગૌશાળામાં ધાસચારા પેટે અંદાજિત સાડા છ લાખ રૂપિયા અર્પણ કરી પરિવારજનોને દિલસો પાઠવ્યો હતો.

ગૌશાળામાં ધાસચારા પેટે અંદાજિત સાડા છ લાખ રૂપિયા અર્પણ કર્યા

પાટણ પંથક સહિત સમગ્ર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભામાશા તરીકે ઓળખાતા અને પાટણ પંથકનાં છેવાડાના વિસ્તારોમાં ધારાસભ્ય તરીકે ચુંટાઈને વિસ્તારના લોકો માટે અનેક સુખાકારીનાં કાર્યો કરી આગવી લોક ચાહના મેળવનાર ભાવસિંહજી ઠાકોરનું ડાયાબિટીસનાં કારણે મોત નિપજતા સમગ્ર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં ધેરા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.

રાજકીય અગ્રણીઓ શ્રધ્ધાંજલિ અર્પણ કરી

સ્વ.ની રાધનપુરનાં શાંતિ ધામ ખાતે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, રાજકીય અગ્રણીઓ, વેપારીઓ સહિત રાધનપુરના ધારાસભ્ય રધુભાઇ દેસાઇ, વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખાસ ઉપસ્થિત રહી સ્વ.ની અંતિમ યાત્રાને કાંધ આપી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. રાધનપુરના ધારાસભ્ય રધુભાઇ દેસાઇએ સ્વ. ભાવસિંહજી ઠાકોરના આત્માની શાંતિ અર્થે રાધનપુર શાંતિ ધામમાં ચંદનના લાકડા માટે રામ સેવા સમિતિને રૂ.51 હજાર, રાધનપુર સુરભી ગૌશાળામાં રૂ 51 હજાર, ભીડ ભંજન હનુમાન ગૌશાળામાં રૂ.51 હજાર, મધુવન ગૌશાળા રામપુરા ખાતે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રૂ.5 લાખ સ્વ. ભાવસિંહજીની સ્મૃતિ રૂપે અર્પણ કર્યા છે. જ્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ સ્વર્ગસ્થના આત્માની શાંતિ અર્થે રૂ.11 હજાર નું દાન કરી સ્વ.ભાવસિહજી ઠાકોરનાં પરિવારજનોને દિલસો પાઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...