તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Bhajan Kirtan, Shankhanad With Mahaarati, Ram Temple In Ayodhya Bhumi Pujan And The Whole District Was Immersed In Ram Bhakti

હરખનાં વધામણાં:ભજન કિર્તન, મહાઆરતી સાથે શંખનાદ, અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનને લઈ સમગ્ર જિલ્લો રામ ભક્તિમાં રંગાયો

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના કાર સેવકનું સન્માન - Divya Bhaskar
પાટણના કાર સેવકનું સન્માન
  • રામભક્તોએ ઘેર ઘેર દીપ પ્રગટાવતા દિવાળી જેવો માહોલ સર્જાયો, ઘેર ઘેર મીઠાઈ વહેંચાઈ

પાટણ સહિત જીલ્લામાં અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગને લઇને રામ ભક્તોએ સાંજે ઘેર ઘેર દીવા પ્રગટાવીને દિવાળી જેવો ઉત્સવ ઉજવી રામ મંદિર નિર્માણ ખુશી જાહેર કરી હતી. તો શહેર સહિત જિલ્લાના તમામ મંદિરોમાં ભગવાન રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણને નવીન વાઘાથી સજ્જ કરી ફૂલોથી સુશોભિત કરાયા હતા. તેમજ ભક્તો દ્વારા મંદિરોમાં રામધૂન અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. અન્ય મંદિરોમાં પણ મંદિરના ભૂમિપૂજનને લઇ ભગવાનની આરતી કરવામાં આવી હતી.

રામ મંદિરોમાં ભક્તિમય માહોલ
શહેરના વ્યાસ સભા ગૃહ પાસે આવેલ રામજી મંદિર ખાતે શ્રીરામ ભક્તો દ્વારા સવારે રામધૂનનું આયોજન કર્યું હતું અને મંદિરનું ભુમિપૂજન સંપન્ન થતા ભક્તો દ્વારા સમૂહમાં ભગવાન રામની મહાઆરતી કરી જય શ્રી રામના જયઘોષ કર્યા હતા. કરંડિયા વીર ભગવાનના મંદિરમાં રામભૂમી નિમિતે હિંમતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભારતીય નકશામાં શ્રીરામના નામ સાથે ધનુષની રંગોળીની આંગી કરી દેશના દિલમાં આજે શ્રીરામ દેખાતા હોવાની આકૃતિ દર્શાવી હતી. ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. દિવસ પર રામ મંદિરોમાં ભક્તિમય માહોલ સાથે શ્રીરામના જય ઘોષ સંભળાયા હતા. સાજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામજી મંદિરમાં આરતી અને દિપોત્સવ કરાયો હતો. જિલ્લામાં ગામે ગામ પરિષદના કાર્યકરો દ્વારા રામજીમંદિરમા આરતી સાથે ખુશી મનાવાઈ હતી તેમ પ્રમુખ નિતીનભાઈ વ્યાસ, મંત્રી આશિષ મોદીએ જણાવ્યું હતું. વિહિપ પ્રાંત સહમંત્રી કિર્તીકુમાર મહેતાએ આજનો દિવસ દરેક ભક્તો માટે આનંદનું પર્વ ગણાવ્યો હતો.

પાટણના કાર સેવકનું સન્માન
પાટણ શહેરમાંથી વર્ષ 1992ની 6 ડીસેમ્બરના રોજ બાબરી મસ્જિદ ધ્વસ્ત બાદ મંદિરના નિર્માણ માટે કાર સેવક તરીકે શહેરમાંથી ઇંટો લઈને અયોધ્યા ખાતે પહોંચનાર પ્રથમ વ્યક્તિ મયુર રાવલ હતો.જેથી ભૂમી પૂજન પ્રસંગે રામ ભક્તો દ્વારા તેમની રામભક્તિને બિરદાવી સન્માન કરવામાં આવ્યું હતુ.

રામભક્તો દ્વારા રામજીમંદિરમાં રામધૂન અને મહાઆરતી કરાઈ હતી.
રામભક્તો દ્વારા રામજીમંદિરમાં રામધૂન અને મહાઆરતી કરાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...