મેળો રદ:પાટણમાં કાળ ભૈરવ દાદા મંદિરે ભાઈબીજનો મેળો રદ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા વર્ષે પણ મેળો બંધ રખાયો
  • ભાઈબીજે ભક્તોના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે

પાટણ શહેરના પારેવા સર્કલ વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી કાળ ભૈરવ મંદિરમાં આ વર્ષે સરકારી કોરોના ગાઈડ લાઇન મુજબ મેળો ભાઈબીજનો મેળો રદ કરી ફક્ત ભગવાનના દર્શન માટે મંદિર ખુલ્લું રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કાળી ચૌદશના દિવસે દાદાને સુંદર રંગબેરંગી ફૂલો ની નાયનરમ્ય આગી કરાઈ હતી.

જેના દર્શન માટે દિવસભર ભક્તોનો મંદિરમાં ઘસારો રહ્યો હતો.પાટણ શહેરમાં દરવર્ષે દિવાળીઓના તહેવારમાં ભાઈબીજના દિવસે પૌરાણિક કાળ ભૈરવ મંદિર પટાંગણમાં મેળો ભરાય છે. પરંતુ સતત બીજા વર્ષે મંદિરમાં લોકોની ભીડ ન થાય અને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાના આશ્રયથી ફક્ત ભગવાન દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવનાર છે. પરંતુ ભાઈબીજ દિવસે મંદિર પરિસરમાં ભરાતો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...