છેતરપિંડી:રણુંજમાં મૃતકની 15 વીઘા જમીન ભાગિયાએ ખોટી રીતે પાવર ઓફ એટર્ની મેળવી પડાવી

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાલીસણા પોલીસમાં નોરતાના દંપતી સહિત 4 શખ્સો સામ છેતરપિંડીની ફરિયાદ

પાટણ તાલુકાના રણુજ ગામે મૃતક મામીની જમીન 15 વીઘા ભાગિયાએ ખોટી રીતે પાવર ઓફ એટર્ની મેળવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન નામે કરાવી લેતા ચાર શખ્સો સામે ભાણાએ બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પાટણ તાલુકાના રણુજ ગામે રહેતા કમુબેન નટવરલાલ બારોટનું 2002માં અવસાન થયું હતું તેઓની 15 વિધા જમીન ભાગીયા તરીકે વાવતા ઠાકોર શારદીબેન સજાણજી રહે.નોરતા તેઓએ 2015માં સ્ટેમ્પ પેપરમાં ખોટી રીતે પાવર ઓફ મેળવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી 2019માં જમીન તેમના નામે કરાવી લીધી હતી.

તેમાં સાક્ષી તરીકે ભલાજી રણછોડજી ઠાકોર અને ઠાકોર દાનાજી રણછોડજી મદદગારી કરેલ હોય અને શારદાબેન મરણ જતા હાલ જમીનનો કબજો સજાણજી મંગાજી રહે.નોરતા પાસે હોય આ સમગ્ર હકીકતની જાણ કમુબેન બારોટના ભાણીયા જયપ્રસાદ નાથાલાલ બારોટને થતા તેઓએ આ અંગે બાલીસણા પોલીસ મથકે ચાર શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો તેની તપાસ અધિકારી પીએસઆઇ આર.આર.ઝરૂરએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...