તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંદોબસ્ત:પાટણમાં રથયાત્રા પૂર્વે રૂટના માર્ગ પર 8 રસ્તાઓ બ્લોક કરી બંધ કરાયા, બે વાગ્યે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિર દર્શન માટે ખુલ્લુ મૂકતા ભક્તોની ઘોડાપૂર ઊમટયું

પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે બપોરે 12 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. વહેલી સવારથી પોલીસ દ્વારા રથયાત્રા નીકળનાર ઉપર પ્રવેશવાના તમામ માર્ગો ઉપર ફાયર વાહનો અને આડશ મૂકીને રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા બંધ કરી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવતા શહેરમાં ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

નિજ મંદિર બાર વાગ્યા સુધી ભક્તોને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવતા વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર દર્શન માટે ઉમટી પડતા મંદિર વાત લાંબી લાઈનો લાગી હતી અને સંચાલકો દ્વારા ભક્તોને વારાફરતી દર્શન કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો પોલીસનો બંદોબસ્ત પણ સતત લોકોના ટોળા એકત્ર ન થાય તે માટે લોકોને ઊભા રહેવા ના બદલે દર્શન બાદ સત્વરે બહાર નીકળવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.

એસપી દ્વારા રૂટ પર પગપાળા બંદોબસ્ત નિરીક્ષણ કરાયું
વહેલી સવારથી શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો પોલીસ વડા દ્વારા ભગવાનના દરવાજાથી રથયાત્રા નીકળનાર ઉપર પગપાળા તમામ રસ્તાઓના બંદોબસ્તનું નિરીક્ષણ અને રસ્તામાં કોઈ અડચણ ન થાય અને કોઈ પ્રવેશ ના કરી શકે તે માટે તે માટે સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે.

રથયાત્રામાં જોડાવા માટે પાસ ઇસ્યુ કરાયા
રથયાત્રામાં વધુ લોકોના આવી જાય અને મંજૂરી વાળા લોકો છે રથયાત્રામાં જોડાય તે માટે પોલીસ દ્વારા મંદિર સંચાલક દ્વારા આપેલા નામોનો પાસ શરૂ કરવામાં આવ્યા છે. મંજૂરી વગર કોઈ પણ રથયાત્રામાં જોડાઇ શકશે નહીં

ફાયરના વાહનોથી રસ્તા બ્લોક કરતા લોકોમાં ચર્ચા
પાટણ શહેરમાં નિકળનારી 139મી રથયાત્રાના રૂટ પર ફાયર સેફટીના વાહનો મૂકી દેતા લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી. જો કોઈ જગ્યા આ સમયે આગા જેવી કોઈ દુર્ઘટના બને તો આ શું થશે.

અન્ય સમાચારો પણ છે...