પાટણના યુનિવર્સિટી રોડ ઉપરના રેલ્વે ઓવરબ્રીજની કામગીરીનો સોઇલ ટેસ્ટીંગની કામગીરીથી આંશિક પ્રારંભ થયો છે. પરંતુ તેનું માળખાકીય બાંધકામ શરૂ થાય તે પૂર્વે આ રોડ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના વાહનોના સતત આવાગમન એટલે કે ટ્રાફિકને અન્યત્ર ડાયવર્ટ કરવાની જરૂરીયાત ઉભી થાય છે. આ માટે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું.
બેઠકમાં વાહનોને ડાયવર્ઝન આપવા માટે ગુજરાત શહેરી વિકાસ કોર્પોરેશન યુજીડીસી, નગરપાલિકા, પોલીસ તંત્ર તથા સંબંધિત વિભાગો સાથે આ ઓવરબ્રીજની કામગીરી કરનારી એજન્સી ક્રિસ્ટોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અધિકારીઓ, એન્જીનિયરોએ ચર્ચા કરી હતી.
બેઠકમાં ચર્ચા કરાઇ હતી કે જીયુડીસીએ પાટણ નગરપાલિકાને પત્ર લખીને શહેરના એલ.સી. 41 (એ) પર રેલ્વે ઓવરબ્રિજ કામગીરી દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન બાબતે નગરપાલિકા કક્ષાએથી ચકાસીને જાહેરનામાની કાર્યવાહી નગરપાલિકા કક્ષાએથી કરવાની થતી હોવાથી સત્વરે આ સઘળી કાર્યવાહી પૂરી કરવા જણાવ્યું હતું. જેમાં જીયુડીસીએ જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકા વિસ્તારમાં ફાટક મુક્ત અભિયાન હેઠળ એલ.સી. 41 (એ) ઉપર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી કરવાની થાય છે. જેનો વર્ક ઓર્ડર એજન્સીને અપાઈ ગયો છે.
આ કામગીરી કરવા માટે એલ.સી. 41 (એ) ઉપરના ટ્રાફિકને ડાયવર્ઝન કરવો જરૂરી જણાયું હતું. જેના માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને તા. 11 ફેબ્રુઆરી, 2022ના રોજ મળેલી મીટીંગમાં થયેલી ચર્ચા મુજબ કિસ્ટોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તૈયાર કરેલા ડાયવર્ઝન રૂટ પ્લાનને પાલિકા ખાતે મોકલવામાં આવ્યો હતો. જેની ચકાસણી નગરપાલિકા કક્ષાએથી કરી જાહેરનામાની કાર્યવાહી નગરપાલિકા કક્ષાએથી કરવાની થાય છે. તે સત્વરે કરવા જીયુડીસીના પીઆઇયુના ડેપ્યુટી મેનેજરે નગરપાલિકાને જાણ કરી છે. નોંધનીય છે કે આ સુચિત ડાયવર્ઝન રૂટોને એ, બી અને સીમાં વહેંચવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.