• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Beauty Parlor, Mehndi Classes And Hairstyle Competition For Girls Organized By Yuva Shakti Sangathan And Prajapati Samaj In Patan

ત્રિવિધ સ્પર્ધાઓ:પાટણમાં યુવા શક્તિ સંગઠન અને પ્રજાપતિ સમાજ દ્વારા યુવતીઓ માટે બ્યુટીપાર્લર, મહેંદી કલાસીસ અને હેરસ્ટાઇલની સ્પર્ધાનું આયોજન કરાયું

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેંદીની સ્પર્ધામાં યુવતીઓએ બ્રાઇડલ, દુલ્હન, લગ્નમંડપ સહિતની વિવિધ મહેંદીઓ કરી હતી સ્પર્ધામાં 27 યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

પાટણમાં પ્રજાપતિ યુવાશક્તિ સંગઠન દ્વારા સમાજની સાથે સાથે સમરસતાની ભાવનાને ઉજાગર કરવા માટે વિવિધ સમાજોને સાથે રાખી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે કડવા પાટીદાર સમાજની વાડી ખાતે સમાજની યુવતીઓ દ્વારા કરવામાં આવતા બ્યુટીપાર્લર, મહેંદી કલાસીસ અને હેરસ્ટાઇલ જેવા હુનરને પ્રોત્સાહન મળે તે હેતુથી આ ત્રિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

વિજેતા થનારા સ્પર્ધકોને સન્માનિત કરાયા

આ સ્પર્ધામાં સમાજની 27 થી વધુ યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મહેંદીની સ્પર્ધામાં ભાગ લેનારી યુવતીઓએ બ્રાઇડલ, દુલ્હન, લગ્નમંડપ સહિતની વિવિધ મહેંદીની ડિઝાઇનોને હાથ પર ઉપસાવી પોતાની કલાને કંડારી હતી. આ ઉપરાંત મેકઅપ અને હેરસ્ટાઇલની સ્પર્ધામાં યુવતીઓએ અલગ-અલગ પ્રકારની હેરસ્ટાઇલ અને અવનવા મેકઅપ કરી પોતાના હુનરને પ્રદર્શિત કર્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થનારા સ્પર્ધકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રપ્રજાપતિ, યુવાશક્તિ સંગઠનનાં ભાર્ગવ પ્રજાપતિ, નિમેશ પ્રજાપતિ, પાર્શ્વ પ્રજાપતિ, સમીર પ્રજાપતિ, કૃણાલ પ્રજાપતિ, સાગર પ્રજાપતિ સહિત સંગઠનના અન્ય કાર્યકરોએ ઉપસ્થિત રહી આ સ્પર્ધાઓને સફળ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...