વાર્ષિક ઉત્સવ ઊજવાયો:બી.ડી. સાર્વજનિક હાઈસ્કૂલના ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ જુના સંસ્મરણો વાગોળ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મા થીમ પર આધારીત સ્પંદન 2021ના વાર્ષિક ઉત્સવ ઊજવાયો

પાટણમાં શુક્રવારે બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, એનએસ સુરમ્ય બાલવાટિકા પ્રાથમિક શાળા અને શ્રી બીડીએસવીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશનના સંયુકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે માઁ થીમ પર આધારીત સ્પંદન 2021ના વાર્ષિક ઉત્સવ નિમિત્તે ચર્તુવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન અભિવાદન સમારોહ અને સંગીત કાર્યક્રમ ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઇ શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય ડો.બળદેવભાઇ દેસાઇ દ્વારા છેલ્લા 77 વર્ષથી શિક્ષણની સુવાસ ફેલાવનાર વિદ્યાલયની સફરની યાદને તાજી કરી હતી. કાર્યક્રમમાં મંડળના પ્રમુખ દિનેશભાઇ શાહ, રાજુભાઇ શાહ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના અધ્યક્ષ કૃણાલભાઇ પંચાલ, ર્ડા. યશવંતભાઇ ઝવેરી સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...