તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ પાટણ વોર્ડ નં-1:સાલવી વાડામાં બી.ડી. હાઇસ્કૂલ પાસે બમ્પ મુકવા રજૂઆત છતાં કોન્ટ્રાક્ટર સાંભળવા તૈયાર નથી

પાટણ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાટીપાળ દરવાજા અંદરના મહોલ્લામાં રોડનું ડામર કામ થઈ રહ્યું છે જેમાં બમ્પ મૂકવા માગણી છે. - Divya Bhaskar
ફાટીપાળ દરવાજા અંદરના મહોલ્લામાં રોડનું ડામર કામ થઈ રહ્યું છે જેમાં બમ્પ મૂકવા માગણી છે.
 • રાવળવાસમાં સફાઈનો અભાવ, પટોળા હાઉસ વિસ્તારમાં પાણીનો ફોર્સ ઓછો હોઈ હાલાકી

પાટણ પાલિકાની ચૂંટણી આવતાં જ કોર્પોરેટરોને પોતપોતોના વોર્ડના મતદારો યાદ આવે છે. શહેરના વોર્ડ નંબર-1માં રસ્તા, પાણી, સફાઈ સહિતના પ્રશ્નોથી રહિશો પરેશાન થઈ ઉઠ્યા છે. શહેરના સાલવી વાડામાં રહેતા ગોપાલભાઈ પટણી જણાવ્યું છે કે હાલમાં ફાટી પાડ દરવાજા પાસે રોડનું કામ ચાલી રહ્યું છે. જેમા વાહનચાલકો પુરઝડપે દોડતા હોય અને બી.ડી. હાઇસ્કૂલ જતા આવતા વિદ્યાર્થીઓની સલામતી માટે રોડ ઉપર બમ્પ બનાવવા જોઈએ, કોન્ટ્રાક્ટરને કહીએ છીએ તો તે સાંભળતા નથી. તેમની સાથેના મથુરભાઈએ જણાવ્યું હતું કે રાવળ વાસમાં કચરાની સફાઇ રોજ કરવામાં આવતી નથી જેને લઇ તકલીફ પડે છે.

ભરવાડ વાસમાં મહોલ્લામાં અંદરના રસ્તા નવા બન્યા નથી. તેમજ બ્લોક નાખવામાં આવતા રસ્તાનું લેવલ ઊંચો આવતા મહોલ્લાના રસ્તા નીચા લેવલે થઈ જતા વાહનો ચડતા ઉતરતા તકલીફ પડે છે. પટોળા હાઉસ વિસ્તારના ભરતભાઈ રાવલના જણાવ્યા મુજબ પાણીનો ફોર્સ ક્યારેક ધીમો થઈ જાય છે જેના કારણે અવાર નવાર પાણીની સમસ્યા ઉભી થયા છે. પાટણના વોર્ડ નંબર-1માં રસ્તા, પાણી સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે.

2015ના પરિણામ પર એક નજર
વોર્ડ નંબર એકમાં વર્ષ 2015માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર વચ્ચે ભાજપ પક્ષના જયશ્રીબેન ભગવાનદાસ યોગી અને મનોજભાઈ ખોડીદાસ પટેલ જ્યારે કોંગ્રેસ પક્ષમાં મધુભાઈ કાંતિલાલ પટેલ અને મહેશ્વરીબેન મનોજકુમાર પટેલ ચૂંટાઈ આવ્યા હતા. કુલ 23527 મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ 3370 મનોજભાઈ પટેલને મળ્યા હતા. આ વોર્ડમાં કુલ 82 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. 25 મત ટપાલ મતપત્ર મુજબ પડ્યા હતા.

વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન હલ ન થયો
વોર્ડના કોર્પોરેટર મધુભાઈ પટેલના જણાવ્યા મુજબ એક પ્રશ્ન ધનાવાડા છાપરાં ખાતે વરસાદી પાણી ભરાઇ રહેવા અંગેનો હલ થયો નથી. આ માટે સ્ટ્રોમ વોટર નાખી હતી. પરંતુ સફળ ગઈ ન હતી. નદી તરફ ઢાળ કરવા માટે રોડ બહુ જ ઊંચો ઉપાડવો પડે તેવી હાલત છે. દર ચોમાસામાં આ સમસ્યાના કારણે પાણી ભરાઈ રહે છે. વરસાદી પાણી ભરાઈ રહેવાથી લોકોને અવર જવરમાં તકલીફ તેમજ નજીકમાં રહેતા લોકોએ હાલાકી ભોગવવી પડે છે.

જાતિગત સમીકરણ
પ્રથમ નંબરના વોર્ડમાં પાટીદાર અને ઠાકોર બંને જ્ઞાતિ 2100 આસપાસ મત ધરાવે છે. રાવળ 900, મોદી 700, લીમ્બાચીયા 450, મુસ્લિમ 400, ભાટીયા 200, ભરવાડ 250, ભીલ 250, ઓડ 150, પ્રજાપતિ 150, સાલવી 150, બ્રાહ્મણ 250, ગુજરાતી ઠક્કર 150 જેટલા મતદારો ઉમેદવારના ભાવિ નક્કી કરે છે.

20259 મતદારોના હાથમાં ચાર બેઠકનું ભાવિ
ચાલુ સાલે યોજાનારી ચૂંટણીમાં 5308 પુરુષ અને 4951 સ્ત્રી મળી કુલ 10259 મતદારો છે. 2015માં પુરુષ મતદાન 71. 66 જ્યારે સ્ત્રી મતદાન 66.37 મળી કુલ 69.10 ટકા મતદાન થયું હતું.

વોર્ડ નંબર 1 કાળકા વોર્ડ
કનસડા દરવાજા બહાર, વનરાજ પ્રાથમિક શાળા, લીંબચ માતા વિસ્તાર, ફાટીપાળ દરવાજા બહાર, કાળકા મંદિર વિસ્તાર

બેઠકનો પ્રકાર
પ્રથમ બેઠક (પછાત વર્ગ અનામત)
બીજી બેઠક સામાન્ય સ્ત્રી અનામત
ત્રીજી બેઠક (બિન અનામત સામાન્ય)
ચોથી બેઠક (સામાન્ય)

ભાજપના 14 પૈકી 1 જ પાટીદાર જીત્યા હતા
વોર્ડ 1 કોંગ્રેસનો ગઢ ગણાતો અને સામાન્ય સિટ પર ભાજપ ક્યારે જીત્યું ન હતું. 2015માં મનોજ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. ગત ચૂંટણીમાં ભાજપની ટિકિટ ઉપર લડેલા 14 પાટીદાર ઉમેદવારો પૈકી એકમાત્ર જીત્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો