તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની હેરાફેરી:પાટણ એલસીબીએ નાકાબંધી કરી બે કાર સહિત રૂપિયા સાડા ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પાટણ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે એક શખ્સ ઝડપાયો, અંધારાનો લાભ લઇ ત્રણ શખ્સો ફરાર
 • પાટણ પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

પાટણ-ડીસા હાઇવે પર પાલડી નજીક દારૂની હેરાફેરી કરતી બે કાર પાટણ એલસીબીએ નાકાબંધી કરીને ઝડપી હતી. જેમાં કારચાલક એક શખ્સ ઝડપાયો હતો, જ્યારે ત્રણ શખ્સો અંધારાનો લાભ લઇને ફરાર થઇ ગયા હતા. તપાસમાં રુપિયા 50750નો વિદેશી દારુ સાથે બે કાર મળીને કુલ 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે પાટણ પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

ગુજરાતમાં દારૂ સહિતના નશીલા પદાર્થો વહેંચવા પર પાબંધી છે. તેમ છતાં વર્ષે હજારો કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં વહેચાઈ છે અને ખરીદવામાં આવે છે. તો બીજી તરફ ગુજરાત ભરની પોલીસ બૂટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પણ પાડે છે. જ્યારે પાટણ-ડીસા હાઇવે પર પાલડી નજીક દારૂની હેરાફેરી કરતી બે કાર સાથે એક શખ્સને પાટણ એલસીબીસે ઝડપી લીધો છે.

બાતમીના આધારે એલસીબીએ કરી નાકાબંધી
પાટણ-ડીસા હાઇવે પર દારૂની હેરાફેરી થઇ હોવાની બાતમી પાટણ એલસીબીને મળી હતી, જેના આધારે બુધવારે આઠ વાગ્યાના અરસામાં પાલડી નજીક હાઇવે પર એલસીબી દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારે બાતમી વાળી બે કાર આવતી દેખાઇ પણ કાર ચાલકોએ પોલીસના માણસો જોઇને કાર મુકી નાશી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અંધારાનો લાભ લઇને ત્રણ શખ્સો નાશી છૂટ્યા હતા જ્યારે એક શખ્સ ઝડપાઇ ગયો હતો.

શખ્સ ઝડપાયો હતો, ત્રણ ફરાર
એલસીબી દ્વારા તપાસ કરતા કાર sx-4 ગાડી નંબર GJ-19M-6140માંથી વિદેશી દારૂની બોટલો કુલ નંગ-389 જેની કિંમત રૂ 46805 તથા બીયર ટીન નંગ-27 જેની કિંમત રૂ 3915 મળી. જ્યારે કુલ બોટલ ટીન નંગ-410 જેની કુલ કિંમત રૂ 50750 જ્યારે એક 5000ની કિંમતનો મોબાઇલ ફોન. આ ઉપરાંત sX-4ગાડી નંબર GJ-19M-6140ની કિંમત રૂ 1.50 લાખ તથા એક સ્વીફટ કાર જેનો નંબર- MH-02-AQ-9066ની કિંમત રૂ 2.50 લાખ મળી કુલ કિંમત રૂ 455720ના મુદ્દામાલ સાથે હંસરાજજી વિરમજી જાદવ નામનો શખ્સ ઝડપાયો હતો. અને ત્રણ ફરાર થઇ ગયા હતા આ અંગે પાટણ એલસીબીએ પાટણ તાલુકા પોલીસ મથકે પોક્સો એક્ટ મુજબ ચાર શખ્સો સામે ગુનો નોધાવ્યો હતો.

આ ચાર શખ્સો સામે નોધાયો ગુનો
- હંસરાજજી વિરમજી જાદવ રહે. સમાઉ મોટાવ તા.ડીસા. (ઝડપાયો )
- જબ્બરસિંહ ભારતસિંહ જાદવ રહે. સમાઉ મોટાવ,તા.ડીસા (ફરાર)
- રણજીજી ઠાકોર રહે .ખારીવાવડી તા.પાટણ (ફરાર)
- લાલાજી બબાજી ઠાકોર રહે. ખારીવાવડી તા.પાટણ (ફરાર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો