તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નગરપાલિકાની ચૂંટણીની આચાર સંહિતા ચાલી રહી છે ત્યારે પાટણ શહેરમાં આદર્શ આચારસંહિતાનો અમલ થાય છે કે કેમ તેની તપાસ માટે પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે તેમની ટીમ સાથે તપાસમાં નીકળ્યા હતા. ત્યારે પ્રધાનમંત્રી જન ઔષધિના ત્રણ કેન્દ્ર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથેના બેનર્સ લાગેલા હોવાથી દૂર કરાવ્યા હતા. આ ઉપરાંત સરકારી યોજનાઓના હોડિંગ પણ દૂર કરાવ્યા હતા. તેમજ ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયની મુલાકાત લીધી હતી. આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું નથી ને તેની તપાસ કરી હતી. પરંતુ કોઈ વાંધાજનક બાબત ન હતી.
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો અને અપક્ષોએ મતદારોને રિઝવવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે આદર્શ આચારસંહિતાનો અમલ થાય છે કે કેમ તેની તપાસ માટે પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે અને ચીફ ઓફિસર પાંચાભાઇ માળી ટીમ સાથે શહેરમાં ચારે તરફના વિસ્તારો કનસડા દરવાજા, સુદામા ચોકડી, માતરવાડી, ઉંઝા ત્રણ રસ્તા, રાણકીવાવમાં તપાસ કરી હતી. જેમાં બસ સ્ટેન્ડ સામે જનતા હોસ્પિટલની બાજુમાં તેમજ નવજીવન ચોકડી સરદાર માર્કેટમાં આવેલા ત્રણ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથેના બેનર્સ લાગેલા હોવાથી તે દૂર કરાવ્યા હતા.
જ્યારે આનંદ સરોવર પાસે ખાનગી જાહેરાતની પાછળના ભાગે સરકારી યોજનાનું તેમજ આયોજન કચેરી નજીક સ્વચ્છ ભારતની જાહેરાતનું હોડિંગ દૂર કરાવ્યું હતું. આ ઉપરાંત નવજીવન ચોકડી નજીક આવેલા વોડ નંબર પાંચના ભાજપના કાર્યાલય અને રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા વોડ નંબર પાંચના કોંગ્રેસના કાર્યાલયમાં પણ તપાસ કરી હતી પરંતુ કંઇ વાંધાજનક મળ્યું ન હતું. પાટણમાં આદર્શ આચાર સંહિતા માટે પ્રાંત અધિકારી સહિતની ટીમ કાર્યરત જોવા મળી રહી છે.
પ્રધાનમંત્રીના ફોટા સાથેનાં બેનરો દુર કરાયાં : પ્રાંત
આ અંગે પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં ત્રણ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર પરથી પ્રધાનમંત્રીના ફોટા સાથેના બેનર દૂર કરાવ્યા છે. આચાર સહિતા પૂર્ણ થયા બાદ લગાવી શકશે. આ ઉપરાંત સરકારી યોજનાઓના હોર્ડિંગ્સ દૂર કરાવ્યા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.