• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Bandan Beldi, A Friend From Patan, Works Selflessly To Provide Government Benefits To Children Who Have Lost Their Parents In Corona.

સરાહનીય:કોરોનામાં માતા પિતા ગુમાવનાર બાળકોને સરકારી લાભ અપાવવા નિસ્વાર્થ કાર્ય કરતી પાટણની મિત્ર બંધુ બેલડી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોરતાનાં અંપગ પૂર્વ સરપંચ અને તેમનાં મિત્રની સરાહનીય કામગીરી

કોરોનાની વૈશ્વિક મહામારીના સંકટ સમયમાં નિઃસહાય અને લાચાર પરીવારોને સહાય આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર સહિત રાજકીય આગેવાનો- એનજીઓ સંસ્થા અને સેવાભાવી કાર્યકરો દ્વારા અનેક સેવાઓ પુરી પાડવામાં આવી હતી. ત્યારે કોરોનાની ઘાતક લહેરમાં માતા - પિતા ગુમાવનાર નિઃસહાય બાળકોને સરકારની યોજનાનો સીધો લાભ મળે તે માટે નોરતા ગામના પૂર્વ સરપંચ અને તેમના સાથી મિત્ર દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ બંને સેવાભાવી મિત્રો દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી ફરીને કોરોના કાળમાં મૃત્યુ પામેલા અનાથ બાળકોને સહાય અપાવવા માટે આવા પરીવાર પાસેથી કોઇપણ જાતનો ખર્ચ વસૂલ્યા વગર પોતાના સ્વખર્ચે તેઓને કચેરી સુધી લઇ જઇ તેમને સહાય અપાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે જે કામ ખરેખર સરાહનીય બની રહ્યું છે.

પાટણ તાલુકાના નોરતા ગામના પૂર્વ સરપંચ આમ તો નાનપણથી કુદરતની થપાટનો શિકાર બનેલા છે . પોતે એક પગે અંપગ હોવા છતાં બીજાના દુઃખ દર્દને સમજવાની એક આગવી વિચારધારા ધરાવે છે.

વૈશ્વિક કોરોના મહામારીની બીજી ઘાતક લહેરમાં પાટણ જીલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પરીવારોએ પોતાના મોભી ગુમાવ્યા હતા ત્યારે માતા પિતા ગુમાવનાર બાળકો અને વિધવા માતાને સહાય મળે તે માટે નોરતા ગામના પૂર્વ સરપંચ વિષ્ણુભાઇ પટેલ અને સંડેર ગામના તેમના સાથી મિત્ર વિમલભાઇ પટેલ દ્વારા સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે .

અત્યાર સુધીમાં આ બંને મિત્રોએ તાલુકાના 18 ગામોમાં ફરી 14થી વધુ અનાથ બાળકોનો સહાય માટે સર્વે કર્યો છે તેમજ 25થી વધુ વિધવા માતાઓને સહાય અપાવવાની કામગીરી શરૂ કરી છે. આજે આ બંને સાથી મિત્રોએ કોરોના કાળમાં વાલીવારસ ગુમાવનાર અનાથ બાળક તેમજ પતિની છત્રછાયા ગુમાવનાર વિધવા માતાને સાથે લઇ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવ્યા હતા જયાં બાળસેવા યોજના અંતર્ગત એકમ કચેરી ખાતે 14 અનાથ બાળકોની અરજીઓ અધિકારીને સુપ્રત કરાઇ છે.

આમ પાટણના નોરતા ગામના વતની અને પૂર્વ સરપંચ વિષ્ણુભાઇ પટેલે અને તેમના મિત્ર એ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ અપાવવાં પોતાના સ્વખર્ચે આ સેવાનું કાર્ય કરી રહયા છે જે ખરેખર અન્યોને પણ પ્રેરણા આપી જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...