તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશ નિષેધ:ધ્રાંગધ્રાના ઘુડખર અભયારણ્યમાં 15 ઓક્ટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ, વન સંરક્ષક અધિકારીનું જાહેરનામું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તા. 16 જૂનથી 15 ઓકટોબર 2021 સુધી ધુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે કચ્છનું નાનું રણ આઈલેન્ડ/બેટ સહિત તથા કચ્છનાં નાનાં રણ અને તેને લાગતા આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાનને જંગલી ગધેડાના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ અભયારણ્યમાં ઘુડખર, દિપડા, ચિંકારા, કાળિયાર, નીલગાય, ઝરખ, નાર, શિયાળ, લોકડી તેમજ સાંઢા જેવા વન્યપ્રાણીઓ વસે છે.

તા. 16 જૂનથી 15 ઓકટોબર 2021 સુધી ઘુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાતના સમયે બિન અધિકૃત વ્યક્તિઓએ વાહન લઈને કે પગપાળા અભયારણ્યમાં પ્રવેશ ન કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ દિવસ દરમિયાન કોઈએ પણ 20 કિ.મીની ઝડપે વાહનો ચલાવવા નહી. તેમ છતાં કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવતા માલૂમ પડશે તો તેની સામે વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાનું જાહેરનામું નાયબ વન સંરક્ષક, ધુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રા દ્વારા પ્રસિદ્વ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...