માંગ:પાટણમાં ત્રીજી લહેરને પગલે ઉત્તરાયણ પર્વે હંગામી સ્ટોર ફાળવવા પર પાબંધી

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હંગામી સ્ટોર નહીં ફાળવવાના પાલિકાના નિર્ણયથી પતંગ દોરીનો સ્ટોક કરેલા યુવાનો વિમાસણમાં મુકાયા

આગામી મકરસંક્રાંતિ પર્વને લઇને પાટણ શહેરમાં પતંગ દોરીનો છુટક વેપારી કરતા યુવાનો દ્વારા પતંગ દોરીના માલનો સ્ટોક કર્યો છે પરંતુ ચાલુ સાલે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ઊભા કરતાં પતંગ દોરીના વેચાણ માટેના હંગામી સ્ટોલની જગ્યા છૂટક વેપારીઓને નહીં ફાળવવાનો નિર્ણય કરતા પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનો નાસીપાસ હતા.

પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનોએ મંગળવારે સાંજે પાલિકા ખાતે રજૂઆત અર્થે આવ્યા હતા પરંતુ પાલિકાના જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાથી યુવાનોએ પત્રકારો સમક્ષ પોતાની રજૂઆત કરી નગરપાલિકા દ્વારા હંગામી ધોરણે સરકારના આદેશનું પાલન કરી કોરોનાની ગાઈડલાઈન મુજબ પતંગ દોરીના સ્ટોર માટે હંગામી જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...