ચૂંટણી જીતવા રાગ આલાપ્યો:સિદ્ધપુર બેઠકના ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપુતે કહ્યું-વિકાસના મુદ્દાઓને લઈ ચૂંટણી લડીશ અને જીતીશ

પાટણ21 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પાટણ જિલ્લામાં સિદ્ધપુર અને ચાણસ્મા વિધાનસભાની બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સિદ્ધપુર બેઠક પર બળવંતસિંહ રાજપુતના નામની મોહર લાગી છે. તેમજ ચાણસ્મા બેઠક ઉપર પણ નવીન ઉમેદવારના બદલે કાર્યકારી ધારાસભ્ય દિલીપ ઠાકોરને જ રિપીટ કરવામાં આવ્યાં છે. ત્યારે સિદ્ધપુરના ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, વિકાસના મુદ્દાઓને લઈ ચૂંટણી લડીશ અને જીતીશ.

કાર્યકરો સાથે મળી સિદ્ધપુરમાં કમળ ખિલાવીશઃ બળવંતસિંહ રાજપૂત
સિદ્ધપુર વિધાનસભાની બેઠક ઉપર ભાજપ દ્વારા બળવંતસિંહ રાજપૂતને ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, આજે ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત કરી અને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. તેને ચોક્કસ હું સફળ બનાવીશ. ભાજપે કરેલા વિકાસના કામો અને ભવિષ્યમાં પણ થનારા વિકાસના કામોને આગળ કરી વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડીશ. તેમજ કાર્યકરો સાથે મળી સિદ્ધપુરમાં કમળ ખિલાવીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રેકોર્ડ બ્રેક જીતનું સપનું પૂર્ણ થાય તે માટે સહભાગી બનીશ. વધુમાં હરીફ દાવેદાર નંદાજી ઠાકોરનો વિશેષ આભાર માની પાર્ટીમાં કેવી શિસ્ત છે તેનું તેઓ ઉત્તમ ઉદાહરણ હોય તેમની સાથે મળી ચૂંટણી લડીશ અને સૌ હરીફ ઉમેદવારો તેમની પડખે હોવાનું કહી સવિશેષ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...