અકસ્માત:માંડોત્રી પાસે ઊંટલારી સાથે અથડાતાં બાલિસણાના એક્ટિવા ચાલકનું મોત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મિત્રો પાટણથી પરત ફરતા હતા ત્યારે અકસ્માત
  • એક્ટિવામાં પાછળ બેઠેલા યુવાનને ઈજા, પોલીસ ફરિયાદ નોંધાઈ

પાટણ તાલુકાના માડોત્રી ગામ નજીક બુધવારે રાત્રે એક્ટિવા અને ઊંટલારી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાલિસણના યુવાનનું મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવાનોને નાની મોટી ઇજાઓ થઇ હતી. પાટણ તાલુકાના બાલિસણા ગામના સૌરભભાઈ ભરતભાઈ નાયક (ઉ. વ.26) તેના મિત્ર પરમાર જયદીપ હસમુખલાલ સાથે પાટણથી કામ પતાવી એક્ટિવા પર બાલિસણા આવી રહ્યા હતા ત્યારે બુધવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં માંડોત્રી ગામ નજીક જઈ રહેલી ઊંટલારી સાથે એક્ટિવા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. દરમિયાન એક્ટિવા ચાલક સૌરભભાઈનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.

જ્યારે તેમના મિત્રને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ પી.એસ. ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે. યુવાનના મોતના સમાચાર મળતાં બાલિસણા ગામમાં શોકનું મોઝું ફરી વળ્યું હતું. બંને મિત્રો પાટણથી કામ પતાવી ઘરે પરત ફરતા હતા ત્યારે માંડોત્રી ગામ પાસે ઊંટલારી સાથે એક્ટિવા અથડાતાં આશાસ્પદ યુવાનને કાળ ભરખી ગયો હતો. જ્યારે એક મિત્રને ઈજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...